સુરત : એક યુવક અચાનક ગટરમાં પડી ગયો, 12 કલાક સુધી જીવ બચાવવા ગટરમાં મથામણ કરી, જાણો પછી શું થયું ?
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો એક યુવક બુધવારની રાત્રીના 7 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આશાપુરા સોસાયટીની ગટરમાં પડી ગયો હતો. જોકે ગટર પડ્યાની કોઈને જાણ ન હોવાથી આખી રાત યુવક ગટરમાં ફર્યો હતો
Surat: આવો તો કિસ્સો ક્યારે નહિ સાંભળ્યો હોય, સુરતમાં એક યુવક ગટરમાં પડ્યા બાદ 12 કલાક ગટર ફર્યા કર્યો હતો અને આખરે 12 કલાક બાદ ફાયરને જાણ થતાં ફાયરની ટીમ (Fire Department)દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ (Rescue) કરીને ચમત્કારી બચાવ કરવામાં આવ્યો હતો.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો એક યુવક બુધવારની રાત્રીના 7 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આશાપુરા સોસાયટીની ગટરમાં પડી ગયો હતો. જોકે ગટર પડ્યાની કોઈને જાણ ન હોવાથી આખી રાત યુવક ગટરમાં ફર્યો હતો અને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આખી રાત એટલે કે 12 કલાકથી વધુ સમય સુધી યુવક જીવ બચાવવાનો પ્રયત્ન કરીને એક ગટરથી બીજી ગટરમાં ફર્યા કરતો હતો.
જોકે નળમાં એક કિલોમીટરના અંતરે આવેલ સાંઈબાબા સોસાયટીના ગેટ પાસે વહેલી સવારે યુવક ગટર હોવાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ ફાયરને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે ફાયર વિભાગે યુવકનું રેસ્ક્યુ કરીને ગટરમાંથી બહાર કાઢ્યો હતો. જોકે યુવકનો જીવ બચ્યા બાદ સમગ્ર ઘટનાની હકીકત જણાવતા ફાયર વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. હાલ તો યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
એક રાત ગટરમાં રહ્યા બાદ બીજા દિવસે સવારે બહાર નીકળ્યો. મહત્વની વાત એ છે આવો કિસ્સો ક્યારે તમે નહિ સાંભળ્યો હોય. કારણ કે આ એક ચમત્કારી બચાવ કહી શકાય છે. ત્યારે યુવકનું જીવ બચતા ફાયરે રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વની વાત એ છે પાલિકાની બેદરકારીને કારણે ઠેર ઠેર ખુલ્લી ગટર હોવાથી આવા બનાવો બની રહે છે. જેથી પાલિકાની બેદરકારી સામે સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો : રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી 125 મણ ચણાની ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ