Maharashtra Accident: અહેમદનગરમાં ગંભીર માર્ગ અકસ્માત, 7 લોકોના કરૂણ મોત, 6 ઘાયલ, ટ્રક ચાલકની ધરપકડ

મહારાષ્ટ્રના (Maharashtra) અહમદનગર જિલ્લાના કોપરગાંવમાં એક કન્ટેનર ટ્રકે થ્રી-વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 6 ઘાયલ થયા હતા. અહમદનગર પોલીસે (Ahmednagar police) જણાવ્યું કે અકસ્માત બાદ ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

Maharashtra Accident: અહેમદનગરમાં ગંભીર માર્ગ અકસ્માત, 7 લોકોના કરૂણ મોત, 6 ઘાયલ, ટ્રક ચાલકની ધરપકડ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 7:54 PM

મહારાષ્ટ્રના (Maharashtra) અહમદનગર જિલ્લાના કોપરગાંવમાં એક કન્ટેનર ટ્રકે થ્રી-વ્હીલરને ટક્કર (Road Accident) મારી હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 6 ઘાયલ થયા હતા. અહમદનગર પોલીસે (Ahmadnagar Police) જણાવ્યું કે અકસ્માત બાદ ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સવારે 8 વાગ્યાની આસપાસ થયો હતો. આ દરમિયાન એક ઝડપી ટ્રકે મુસાફરોથી ભરેલી ઓટોને ટક્કર મારી હતી. જેમાં સાત મુસાફરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય છ ઘાયલ થયા છે.

અહમદનગર પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના કોપરગાંવ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના મસૂદપુર ફાટા પાસે બની હતી. આ સ્થળ મુંબઈથી લગભગ 240 કિમી દૂર છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત સવારે 8 વાગ્યે થયો હતો. તેણે જણાવ્યું કે, ઝડપભેર આવતા કન્ટેનર ટ્રકે મુસાફરોથી ભરેલી ઓટોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ અને બે મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા હતા, જ્યારે 6 ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">