મહારાષ્ટ્રમાં 2,359 ગ્રામ પંચાયતોમાંથી 1180ના પરિણામ થયા જાહેર, ભાજપને મળી બમ્પર બેઠકો
મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણી 2023: અત્યાર સુધીમાં જે રૂઝાન સામે આવી રહ્યા છે. જેમા એમવીએને ઝટકો મળતો દેખાઈ રહ્યો છે. જ્યારે ગઠબંધન માટે ખુશીની વાત એ છે કે કુલ 2359 ગ્રામ પંચાયતોમાંથી 1180ના પરિણામ આવી ગયા છે જેમા ભાજપને બમ્પર બેઠકો મળી છે.

મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપને મોટી લીડ મળતી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ભાજપે 427 બેઠકો જીતી છે જ્યારે અજિત પવારની જૂથની NCP બીજા નંબરે છે. તેમણે 227 બેઠકો જીતી છે. જ્યારે શિંદે જૂથની શિવસેના 187 બેઠકો સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ કોંગ્રેસ ચોથા સ્થાને છે. તેણે 95 સીટ જીતી છે. શરદ પવાર જૂથ 74 બેઠકો પર જીત સાથે પાંચમા સ્થાને છે. ઉદ્ધવ ઠાકરે જૂથે 65 બેઠકો જીતી છે.આપને જણાવી દઈએ કે દરેક પાર્ટીએ પોતાની જીતના અલગ-અલગ આંકડા આપ્યા છે.
રવિવારે 2,359 ગ્રામ પંચાયતો માટે થયુ મતદાન
શિવસેના અને એનસીપી વચ્ચેના ભાગલા તેમજ રાજ્યમાં મરાઠા અનામતની આગ વચ્ચે રવિવારે 2 હજાર 359 ગ્રામ પંચાયતો માટે મતદાન થયું. હાલ મતોની ગણતરી ચાલી રહી છે. જેમા શરૂઆતી ટ્રેન્ડમાં અજિત પવાર જૂથની એનસીપી આગળ ચાલી રહી છે. આ પરિણામો આવતાની સાથે મહારાષ્ટ્રની રાજનીતિનુ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. જેના પરથી એ નક્કી થઈ શકશે કે રાજ્યનો ગ્રામીણ મતદાતા કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે, અને શરદ પવારની મહાવિકાસ અઘાડી સાથે છે કે પછી ભાજપ, એકનાથ શિંદે અને અજિત પવાર જૂથની મહાયુતિ સાથે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 74 ટકાથી વધુ મતદાન
જો કે એ અલગ બાબત છે કે આ ચૂંટણીમાં સીધુ પાર્ટના ચૂંટણી ચિહ્ન પર મત નથી આપવામાં આવતા. પરંતુ ચૂંટણી લડનારા ઉમેદવારો કે પેનલ પાછળ જેતે પક્ષની તાકાત લાગેલી હોય છે. રવિવારે સાંજે 5.30 કલાકે પૂર્ણ થયેલા મતદાનમાં 74 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. આ ગ્રામ પંચાયતોની ચૂંટણી દ્વારા રાજ્યના ગ્રામીણ લોકો 2 હજાર 498 સરપંચોની સીધી ચૂંટણી કરી રહ્યા છે કારણ કે 2359 ગ્રામ પંચાયતોની સાથે સરપંચોની 130 ખાલી પડેલી જગ્યાઓ માટે પણ રવિવારે પેટાચૂંટણી યોજાઈ હતી. આ સાથે 2 હજાર 950 ગ્રામ પંચાયત સભ્યોની ચૂંટણી પણ યોજાઈ ગઈ છે.
આ પણ વાંચો: જુનાગઢ: પેટ્રોલ પુરાવવા જેવી નજીવી બાબતે 8 લોકોએ પેટ્રોલ પંપના કર્મચારી પર કર્યો હુમલો- વીડિયો
MVAને મોટો ઝટકો
અત્યાર સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે તેમાં એમવીએને મોટો ઝટકો મળતો દેખાઈ રહ્યો છે. જ્યારે ગઠબંધન માટે આનંદની વાત છે કારણ કે કુલ 2359 ગ્રામ પંચાયતોમાંથી 1180ના પરિણામ આવી ગયા છે, જેમાં ભાજપને બમ્પર સીટો મળી છે. જો આ ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહેશે તો MVA માટે મુશ્કેલ બનશે કારણ કે યુતિ ગઠબંધન 700ની નજીક પહોંચી ગયું છે જ્યારે MVA તેનાથી ઘણું પાછળ છે.