કોરોનાના દર્દીઓને વ્હારે Reliance Foundation, 875 બેડનું કરશે સંચાલન

કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રના મુંબઈમાં આવી રહ્યા છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ દર્દીઓ માટે વધુ સારી તબીબી સેવાઓ આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશને(Reliance Foundation) તેની કાર્યવાહી ઝડપી દીધી છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 9:32 AM, 27 Apr 2021
કોરોનાના દર્દીઓને વ્હારે Reliance Foundation, 875 બેડનું કરશે સંચાલન

કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રના મુંબઈમાં આવી રહ્યા છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ દર્દીઓ માટે વધુ સારી તબીબી સેવાઓ આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશને(Reliance Foundation) તેની કાર્યવાહી ઝડપી દીધી છે. ફાઉન્ડેશન દ્વારા મુંબઇમાં 875 કોવિડ પથારીની કામગીરી હાથ ધરી છે. વરલી સ્થિત નેશનલ સ્પોર્ટ્સ ક્લ્બ ઓફ ઇન્ડિયામાં કોવિડ દર્દીઓ માટે 550 બેડની કોવીડ યુનિટને સર એનએચ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ 1 મેથી સંભાળી લેશે. અહીં 100 બેડ આઇસીયુના પણ તૈયાર કરવામાં આવશે.

ફાઉન્ડેશન દ્વારા જાહેર કરાયેલ એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે 15 મેથી ગંભીર દર્દીઓ અહીં પ્રવેશ મેળવશે. આ સિવાય કોરોનાના કોઈ લક્ષણના હોય તેવા દર્દીઓને બીકેસી મુંબઇની ટ્રાઇડન્ટ હોટેલમાં 100 બેડ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ડોકટરો દ્વારા પણ દેશની પહેલી કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. અહીં ફાઉન્ડેશન 100 બેડ પર દર્દીઓની દેખરેખ રાખી હતી. તેની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન હવે 45 દર્દીઓ આઇસીયુ સહીત 125 દર્દીઓની જવાબદારી રિલાયન્સ ફાઉન્ડેશન લેશે.

આ રિલીઝ મુજબ, રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા અને સેવન હિલ્સ હોસ્પિટલમાં તમામ કોરોના દર્દીઓની નિ: શુલ્ક સારવાર કરવામાં આવે છે. નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં સુવિધા આઇસીયુ બેડ, મોનિટર, વેન્ટિલેટર અને અન્ય તબીબી સંબંધિત મશીનો અને 650 બેડ જેવા તમામ તબીબી સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. ડોકટરો અને નર્સો સહિત ફ્રન્ટલાઈન સ્ટાફના 500 થી વધુ સભ્યો, દર્દીઓની સહાય માટે ચોવીસ કલાક ચોકીદાર રહેશે.

કોવિડ દર્દીઓની સારવાર માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવેલા નવા પગલાઓ અંગે સંસ્થાના અધ્યક્ષ નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશા દેશની સેવા કરવામાં અગ્રેસર રહ્યું છે અને અમારું ફરજ છે. દર્દીઓને ઉત્તમ તબીબી સંભાળ આપીને, અમારા ડોકટરો અને ફ્રન્ટલાઈન સ્ટાફ દ્વારા ઘણા દર્દીઓ તેમના અથાક પ્રયત્નોથી તેમનો જીવ બચાવવામાં મદદ કરી છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મુંબઇ શહેરમાં કોવિડ દર્દીઓ માટે કુલ 875 બેડનું સંચાલન કરશે. ”