AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI એ આ બેંકનું લાયસન્સ રદ કર્યું, જાણો ખાતાધારકોના પૈસાનું શું થશે?

બેંકનું લાયસન્સ રદ કરવાની જાહેરાત કરતા રિઝર્વ બેંકે (Reserve Bank Of India) જણાવ્યું હતું કે, બેંક દ્વારા રજૂ કરાયેલી વિગતો મુજબ DICGC મારફતે 95 ટકા થાપણદારોને તેમની સંપૂર્ણ જમા રકમ મળી રહેશે.

RBI એ આ બેંકનું લાયસન્સ રદ કર્યું, જાણો ખાતાધારકોના પૈસાનું શું થશે?
Reserve bank of india (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 9:55 AM
Share

Reserve Bank of India: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મહારાષ્ટ્રની કરનાલા નાગરિક સહકારી બેંકનું (Karnala Nagari Sahakari Bank)લાઇસન્સ રદ કરી દીધું છે. RBI એ સહકારી બેંક પાસે પૂરતી મૂડી અને તેના હાલના થાપણદારોને સંપૂર્ણ રકમ ચૂકવવાની સ્થિતિમાં ન હોવાને કારણે આ પગલું લીધું છે. RBIએ જણાવ્યું કે, હવેથી બેંક બેન્કિંગ (Banking) બિઝનેસ કરી શકશે નહીં.

બેંકનું લાયસન્સ (Bank license) રદ કરવાની જાહેરાત કરતા રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, બેંક દ્વારા રજૂ કરાયેલી વિગતો મુજબ 95 ટકા થાપણદારો DICGC મારફતે તેમની સંપૂર્ણ થાપણો મેળવી શકશે. આપને જણાવી દઈએ કે, ફડચાની સ્થિતિમાં દરેક થાપણદારને DICGC પાસેથી થાપણ વીમાનો દાવો કરવાનો અધિકાર છે. ઉપરાંત તેની મર્યાદા રૂપિયા 5 લાખ સુધીની છે. વધુમાં રિઝર્વ બેંકે જણાવ્યું હતુ કે, 9 ઓગસ્ટના આદેશ હેઠળ કરનાલા નાગરીક સહકારી બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.

શા માટે બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું ?

બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના ન હોવાથી તેનું લાઇસન્સ (Bank license) રદ કરવામાં આવ્યું છે. RBIએ જણાવ્યું હતું કે, કરનાલા નાગરીક સહકારી બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (Banking Regulation Act 1949) નું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, બેંક તેમની વર્તમાન નાણાકીય સ્થિતિ અનુસાર તેના હાલના થાપણદારોને સંપૂર્ણ ચુકવણી કરવામાં અસમર્થ રહેશે.

લાઈસન્સ રદ કરવાની જાહેરાત કરતા RBIએ કહ્યું કે, જો બેંકને તેના બેંકિંગ વ્યવસાયને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવે તો સામાન્ય જનતાને તેનાથી પ્રતિકૂળ અસર થશે.

હવે, કરનાલા નગરી સહકારી બેંક કોઈ પણ બેંકિંગ વ્યવહાર (Banking Transaction) કરી શકશે નહિ, જેમાં રોકડ થાપણો અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે,સહકાર કમિશનર અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર(Registrar of Co-operative Societies)  દ્વારા પણ મહારાષ્ટ્રને બેંક બંધ કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

ત્રણ સહકારી બેંકો પર દંડ ફટકારવામાં આવ્યો

આ સાથે RBIએ 3 સહકારી બેંકો પર નિયમોનું (Banking regulation)પાલન ન કરવા બદલ દંડ લગાવ્યો છે. મધ્યપ્રદેશ સ્ટેટ ગવર્નમેન્ટ બેંક ભોપાલ અને ધ ગ્રેટર બોમ્બે કોઓપરેટિવ બેંક લિમિટેડ, (The Greater Bombay Cooperative Bank) મુંબઈને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.ઉપરાંત RBIએ મહારાષ્ટ્રની સહકારી બેંક જાલના પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડને પણ 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો: Maharashtra: ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મુત્યુ, કુલ 66 કેસની પુષ્ટિ થતા આરોગ્યતંત્રની વધી ચિંતા

આ પણ વાંચો:  શાળાઓ ખોલાવવા ધોરણ 12નો વિદ્યાર્થી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અરજી દાખલ કરી જણાવ્યુ કઇ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બાળકો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">