Pune Fire Breaking: પુણેના કેમ્પ એરિયા સ્થિત ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ, 448 દુકાનો સ્વાહા

Pune Fire Breaking: મહારાષ્ટ્રનાં પૂણેમાં આવેલા કેમ્પ એરિયા સ્થિત ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગથી અફરાતફરી મચી ગઈ હતી. આ આગમાં નાની મોટી 448 દુકાનો આગનાં તાંડવમાં સ્વાહા થઈ ગઈ હતી.

Pinak Shukla
| Edited By: | Updated on: Mar 27, 2021 | 7:52 AM

Pune Fire Breaking: મહારાષ્ટ્રનાં પૂણેમાં આવેલા કેમ્પ એરિયા સ્થિત ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગથી અફરાતફરી મચી ગઈ હતી. આ આગમાં નાની મોટી 448 દુકાનો આગનાં તાંડવમાં સ્વાહા થઈ ગઈ હતી. મોડી રાતે લાગેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ પકડી લીધુ હતું કે તેને કાબુમાં લેવા માટે 50 કરતા વધારે ફાયર ફાયટરો કામે લાગ્યા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. છેલ્લા 15 દિવસમાં કેમ્પ એરિયાના આ બીજા માર્કેટમાં આગ લાગવાની ઘટના છે. અગાઉ શિવાજી માર્કેટમાં પણ આગ લાગતા 25 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે 11 વાગ્યે ફેશન સ્ટ્રીટ માર્કેટમાં આગની ઘટના અંગે કોલ આવ્યો હતો. આ પછી તરત જ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. જ્વાળાઓ એટલી વધુ હતી કે જોત જોતામાં ઘણી બધી દુકાનો સળગી ગઈ હતી.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર પુણેના ફાયર ડિપાર્ટમેન્ટે બાતમી આપી છે કે આગને કાબૂમાં લેવામાં આવી છે. હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ હોકર્સ અને દુકાન માલિકોને તેમની દુકાનો સળગી જતા ભારે નુકસાન થયું છે.

મુખ્ય ફાયર ઓફિસર પ્રશાંત રાણીપે જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવવા માટે લગભગ 16 ફાયર ટેન્ડર અને 2 પાણીના ટેન્કર હાજર હતા. ખૂબ જ મહેનત બાદ આજે સવારે આગને કાબૂમાં લેવામાં આવી. જો કે, કુલીંગ કામગીરી હજુ પણ ચાલુ છે અને 10 અધિકારીઓ સહિત 60 ફાયર અધિકારીઓ સ્થળ પર છે.

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">