AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીએમ મોદીએ થાણે-દિવા વચ્ચે બનેલી નવી રેલવે લાઇનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- મુંબઈવાસીઓના જીવનમાં લાવશે મોટો બદલાવ

પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું ઉદ્ઘાટન કર્યું અને મુંબઈ ઉપનગરીય રેલવેની બે ઉપનગરીય ટ્રેનોને લીલી ઝંડી બતાવીને રવાના કરી.

પીએમ મોદીએ થાણે-દિવા વચ્ચે બનેલી નવી રેલવે લાઇનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- મુંબઈવાસીઓના જીવનમાં લાવશે મોટો બદલાવ
PM Narendra Modi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 6:38 PM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે થાણે-દિવા વચ્ચે બનાવવામાં આવેલી બે વધારાની રેલવે લાઇનનું લોકાર્પણ કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું લોકાર્પણ કર્યું અને મુંબઈ ઉપનગરીય રેલવેની બે ઉપનગરીય ટ્રેનોને લીલી ઝંડી બતાવીને રવાના કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ મુંબઈના લોકોના જીવનમાં મોટો બદલાવ લાવશે. પીએમ મોદીએ કહ્યું, થાણે-દિવા વચ્ચે નવી બનેલી પાંચમી અને છઠ્ઠી રેલ્વે લાઇનના શુભારંભ પર દરેક મુંબઈકરને ખૂબ ખૂબ અભિનંદન. આ નવી રેલ લાઇન મુંબઈના લોકોના જીવનમાં મોટો ફેરફાર લાવશે, તેમના જીવનની સરળતામાં વધારો કરશે. આ નવી રેલ્વે લાઈન મુંબઈના ક્યારેય ન રોકાતા જીવનને વધુ વેગ આપશે.

પીએમ મોદીએ કહ્યું, છેલ્લા 7 વર્ષમાં મુંબઈમાં મેટ્રોનું પણ વિસ્તરણ થયું છે. મુંબઈની આસપાસના ઉપનગરીય કેન્દ્રોમાં પણ મેટ્રો શરૂ થઈ રહી છે. 2008 માં, આ લાઈનો માટે પાયો નાખવામાં આવ્યો હતો, જે 2015 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા હતી. અમે તેના પર ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું અને તેને પૂર્ણ કરવાની ખાતરી કરી.

પીએમ મોદીએ કહ્યું કે, આજથી સેન્ટ્રલ રેલવે લાઇન પર 36 નવી લોકલ દોડવા જઈ રહી છે. આમાંની મોટાભાગની એસી ટ્રેનો પણ છે. આ કેન્દ્ર સરકારની લોકલની સુવિધાઓ વિસ્તારવા, લોકલને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ આજે મુંબઈ અને દેશની જરૂરિયાત છે. આનાથી મુંબઈની સંભવિતતા અને સપનાના શહેર તરીકે મુંબઈની ઓળખ મજબૂત થશે.

આયોજનના અભાવે વર્ષો વર્ષ પ્રોજેક્ટ ચાલતા હતા

તેમણે કહ્યું કે, સ્વતંત્ર ભારતની પ્રગતિમાં મુંબઈ મહાનગરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હવે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે મુંબઈની ક્ષમતા અનેકગણી વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. એટલા માટે અમે મુંબઈમાં 21મી સદીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં, માળખાકીય પ્રોજેક્ટ્સ વર્ષો વર્ષ સુધી ચાલતા હતા કારણ કે આયોજનથી અમલીકરણ સુધી સંકલનનો અભાવ હતો. આ અભિગમ સાથે 21મી સદીના ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું શક્ય નથી. એટલા માટે અમે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન બનાવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, વર્ષોથી આપણે ત્યાં વિચારસરણી એવી રહી કે ગરીબ, મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસાધનોમાં રોકાણ ન કરો. આ કારણે ભારતના જાહેર પરિવહનની ચમક હંમેશા ઝાંખી રહી છે. પરંતુ હવે ભારત એ જૂની વિચારસરણીને પાછળ છોડીને આગળ વધી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું, 6,000થી વધુ રેલવે સ્ટેશનને વાઈફાઈથી જોડવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેનો ભારતના રેલ પરિવહનમાં સુધારો કરી રહી છે. આગામી કેટલાક વર્ષોમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Mumbai : ભાજપ કાઉન્સિલરે BMC સ્કૂલોમાં ગીતા ભણાવવાની કરી માંગ, SP નેતાઓએ ગણાવી રણનિતી

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">