Punjab Election: જે લોકો પીએમ મોદીનો રસ્તો સુરક્ષિત ન રાખી શક્યા તેઓ પંજાબને શું સુરક્ષિત રાખશે ! અમિત શાહે અમૃતસરમાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Punjab Assembly Election 2022: પટિયાલામાં એક જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું, 'પંજાબમાં NDAના 3 ચૂંટણી પ્રતીકો છે. એક કલમ, બીજું હોકી અને બોલ અને ત્રીજું ટેલિફોન.
પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) માટે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા અમિત શાહે (Amit Shah) રવિવારે અમૃતસર (Amritsar) માં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સુરક્ષા, ખેડૂતો અને નશાની લતનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમિત શાહે કહ્યું, ‘મોદીજી (PM Narendra Modi) પંજાબને સુરક્ષિત કરવા માંગે છે. તેઓ પંજાબના ખેડૂતોનું ભલું કરવા અને પંજાબને નશામુક્ત (Drug Free Punjab) બનાવવા માંગે છે. પંજાબમાં એક એવી સરકારની જરૂર છે જે મોદીજી સાથે ખભેથી ખભા મિલાવીને ચાલે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ખૂબ ઉત્સાહ સાથે પંજાબના લોકોને મળવા આવ્યા હતા, પરંતુ પંજાબ સરકાર તેમના માર્ગને સુરક્ષિત રાખવા માટે પૂરતું કરી શકી નથી. જે લોકો મોદીજીના માર્ગને સુરક્ષિત ન રાખી શક્યા તેઓ પંજાબને સુરક્ષિત નહીં રાખી શકે.
2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હર મંદિર સાહિબ (Golden Temple Amritsar) ને FCRA પ્રદાન કરીને કેન્દ્ર સરકારે દેશ અને દુનિયામાં વસતા શ્રદ્ધાળુઓને હરમંદિર સાહેબની સેવા કરવાની તક આપી છે. અમિત શાહે કહ્યું, ‘શાંતિ અને ભાઈચારો, માફિયા મુક્ત પંજાબ, ડ્રગ મુક્ત પંજાબ, રોજગાર, સુખી ખેડૂતો, સ્વસ્થ પંજાબ, બધા માટે શિક્ષણનો અધિકાર, ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, મહિલા સશક્તિકરણ, સબકા સાથ, સબકા વિકાસ. ભાજપ અને એનડીએ આ 11 સ્તંભો પર નવું પંજાબ બનાવવાનો સંકલ્પ લીધો છે.
કેજરીવાલે દિલ્હીમાં એક પણ શીખ મંત્રી બનાવ્યો નથીઃ અમિત શાહ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘કેજરીવાલજી, તમે પંજાબની જનતાને જવાબ આપો કે દિલ્હીમાં તમારી પાસે બે પૂર્ણ બહુમતની સરકાર હતી, પરંતુ તમે એક પણ શીખ પ્રધાન ન બનાવ્યો અને તમે પંજાબમાં કહો છો કે તમારું સારું કરશે. કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારે તેમાં શીખ સમુદાયને ચોક્કસપણે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું.
આ પહેલા પટિયાલામાં એક જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, ‘પંજાબમાં NDAના 3 ચૂંટણી ચિન્હો છે. એક કલમ, બીજું હોકી અને બોલ અને ત્રીજું ટેલિફોન. હું સમગ્ર પંજાબના લોકોને અને ત્રણેય પક્ષોના અમારા કાર્યકરોને કહેવા માંગુ છું કે આ ત્રણેય ચૂંટણી ચિન્હો પરનું બટન દબાવીને મોદીજીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનાવો.
જો તમે પંજાબની યુવા પેઢીને નશામુક્ત બનાવવી હોય તો ભાજપ સરકારને એક તક આપો, અમે 5 વર્ષમાં પંજાબને નશામુક્ત બનાવીશું. અકાલીઓ ન તો પંજાબને નશામુક્ત બનાવી શકે છે, ન તો કોંગ્રેસ બનાવી શકે છે અને ન કેજરીવાલ બનાવી શકે છે.
પંજાબની હાલત ખૂબ જ ખરાબ છે: અમિત શાહ
તેમણે કહ્યું કે, કોંગ્રેસે કેપ્ટન સાહેબ સાથે જે રીતે વર્તન કર્યું છે, આવી સ્થિતિમાં કોંગ્રેસને એક પણ સીટ મળવી જોઈએ? જેમણે કેપ્ટન સાહેબને આ રીતે અપમાનિત કર્યા, તેમણે આ ચૂંટણીમાં જવાબ આપવો પડશે. પંજાબની હાલત ખૂબ જ ખરાબ છે અને કોંગ્રેસે સંકેત આપ્યા છે કે સ્થિતિ વધુ ખરાબ થવાની છે.
અરે ચન્ની સાહેબ તમારી પાસે પંજાબના વિકાસ માટે કોઈ રોડમેપ છે, કોઈ એક્શન પ્લાન છે? પંજાબના તમામ પાવર પ્લાન્ટ મુશ્કેલીમાં ચાલી રહ્યા છે. નવેમ્બર 2020 માં, 3 થર્મલ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલી 5 કરોડની નશાની ગોળીઓ ગાયબ, તમે પંજાબમાં ડ્રગ્સ કેવી રીતે બંધ કરશો?’