AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: મુંબઈમાં અનેક ઘરની બહાર PFI ઝિંદાબાદનો પત્ર અને સૂતળી બોમ્બ મળ્યા, પનવેલ વિસ્તારમાં ભયનો માહોલ!

વર્ષ 2022માં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પુણે, માલેગાંવ અને નવી મુંબઈ, ભિવંડી અને મહારાષ્ટ્ર રાજ્યના અન્ય શહેરોમાં દરોડા પાડ્યા હતા અને PFI સંગઠન સાથે સંકળાયેલા લગભગ 20 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં PFI સંસ્થા ચર્ચામાં આવી હતી.

Maharashtra: મુંબઈમાં અનેક ઘરની બહાર PFI ઝિંદાબાદનો પત્ર અને સૂતળી બોમ્બ મળ્યા, પનવેલ વિસ્તારમાં ભયનો માહોલ!
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 9:35 AM
Share

Mumbai: કેટલાક અસામાજિક તત્વોએ મુંબઈના પનવેલમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. નવા પનવેલમાં એક સોસાયટીના ઘરની બહાર PFI ઝિંદાબાદના મેસેજ અને સૂતળી બોમ્બ મળી આવ્યા હતા. પીએફઆઈ ઝિંદાબાદ અને સુતળી બોમ્બ સાથે લખેલ પત્ર મળ્યા બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના નવા પનવેલની એક સોસાયટીમાં બની હતી.

આ પણ વાચો: Mumbai Rains: મુંબઈમાં ભારે વરસાદ, બિલ્ડિંગનો પહેલો માળ ધરાશાયી, કેટલાક લોકો કાટમાળની અંદર ફસાયેલા હોવાની આશંકા

મળતી માહિતી મુજબ, ઘટના મુંબઈના પનવેલની છે, જ્યાં પીએફઆઈ ઝિંદાબાદ મેસેજ સાથેનો એક લેટર અને સૂતળી બોમ્બ મળી આવ્યા હતા. પીએફઆઈ ઝિંદાબાદ મેસેજ સાથે બે સૂતળી બોમ્બ મૂકવાની ઘટના બાદ નવા પનવેલમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ખંડેશ્વર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે

એવું કહેવામાં આવ્યું હતું કે PFI ઝિંદાબાદનો આ સંદેશ સોસાયટીના કેટલાક ફ્લેટની બહાર લખવામાં આવ્યો હતો. આ ઘટના અંગે સોસાયટીમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. ખંડેશ્વર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

PFI સંસ્થા ફરી ચર્ચામાં, ઘરોની બહાર લખ્યો નંબર 786

નવી પનવેલ સોસાયટીના રહેવાસીના દરવાજા પર “PFI” સંસ્થા ઝિંદાબાદનો મેસેજ લખાયેલો જોવા મળ્યો. આ સાથે બે જીવતા સૂતળી બોમ્બ પણ રાખવામાં આવ્યા હતા. તે જ સમયે, દરેકના ઘરની બહાર 786 નંબર લખવામાં આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. ઘટના અંગે રહીશોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘટનાની માહિતી મેળવી ઘટનાની તપાસ શરૂ કરી હતી.

2022માં મહારાષ્ટ્રમાંથી PFI સાથે જોડાયેલા 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી

વર્ષ 2022માં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પુણે, માલેગાંવ અને ન્યું મુંબઈ, ભિવંડી અને મહારાષ્ટ્ર રાજ્યના અન્ય શહેરોમાં દરોડા પાડ્યા હતા અને PFI સંગઠન સાથે સંકળાયેલા લગભગ 20 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના પછી પીએફઆઈ સંગઠનની ચર્ચા શરૂ થઈ અને તેના પર દેશ વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો. જેના કારણે આ સંગઠન પનવેલમાં પણ ચર્ચામાં રહ્યું હતું. શુક્રવારે બનેલી ઘટનાને કારણે PFI સંસ્થા ફરી એકવાર ચર્ચામાં છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
g clip-path="url(#clip0_868_265)">