Gujarati NewsMumbai। Petrol diesel price fuel crisis update as private petrol pumps are non operational due to shortage of supply in maharashtra including amravati
Petrol Diesel Price: પહેલા કિંમત વધી અને હવે ઈંધણની સપ્લાય ઓછી, મહારાષ્ટ્રના ખાનગી પેટ્રોલ પંપ થયા બંધ
અમરાવતી જિલ્લામાં 30 થી 35 જેટલા ખાનગી પેટ્રોલ પંપ બંધ છે. સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો આ સંખ્યા 600થી વધુ છે. આ પેટ્રોલ પંપના માલિકો પાસે ઇંધણનો પુરવઠો સારો રહે, તેથી ઇંધણ સપ્લાયર કંપનીઓને એડવાન્સ રકમ આપવામાં આવી છે. આમ છતાં ઇંધણ પુરવઠાના અભાવે તમામ ટેન્કરો અટકાવી દેવામાં આવ્યા છે.
Petrol diesel price
Follow Us:
એક તરફ ઈંધણની (Fuel) સરકારી કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol Diesel Price) વધારો કરી રહી છે તો બીજી તરફ ખાનગી પેટ્રોલ પંપોમાં પેટ્રોલ મળી રહ્યું નથી. પેટ્રોલ પુરવઠાના સંકટના કારણે અમરાવતી સહિત મહારાષ્ટ્રમાં ઘણા ખાનગી પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના ખાનગી પેટ્રોલ પંપ છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. અમરાવતીમાં છેલ્લા 15 દિવસથી ખાનગી પેટ્રોલ પંપ બંધ છે. અમરાવતી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આ સમસ્યા થઈ રહી છે.
મંગળવારે નાગપુરમાં પેટ્રોલ પંપ માલિકો અને સપ્લાયર કંપનીઓના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં સપ્લાયર કંપનીઓ પાસેથી સમસ્યાના ઉકેલ માટે 24 કલાકનો સમય માંગવામાં આવ્યો હતો. કંપનીઓએ બલ્ક ગ્રાહકો માટે ઈંધણના દરમાં વધારો કર્યો હતો.ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે.તેની સરખામણીમાં રિટેલ ગ્રાહકો માટે ઈંધણના દરમાં વધારો કરવામાં આવ્યો નથી.
અમરાવતીમાં 30-35, સમગ્ર મહારાષ્ટ્રમાં 600 થી વધુ ખાનગી પેટ્રોલ પંપ બંધ
અમરાવતી જિલ્લામાં 30 થી 35 જેટલા ખાનગી પેટ્રોલ પંપ બંધ છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો આ સંખ્યા 600થી વધુ છે. આ પેટ્રોલ પંપના માલિકો પાસે ઇંધણનો પુરવઠો સારો રહે, તેથી ઇંધણ સપ્લાયર કંપનીઓને એડવાન્સ રકમ આપવામાં આવી છે. આમ છતાં ઇંધણ પુરવઠાના અભાવે તમામ ટેન્કરો અટકાવી દેવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ટેન્કરો ખાલી પરત ફર્યા છે. ઈંધણનો પુરવઠો ન મળવાને કારણે પેટ્રોલની અછત સર્જાવાની શક્યતા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી ગ્રાહકો જ નહીં કંપનીઓ પણ ચિંતાતુર
છેલ્લા 10 થી 15 દિવસથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ન મળવાના કારણે ખાનગી પેટ્રોલ પંપ માલિકોએ પંપ બંધ કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. અમરાવતી જિલ્લામાં પેટ્રોલનો દર 115 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. ડીઝલ રૂ.95 પ્રતિ લીટર મળી રહ્યું છે. અમરાવતી જિલ્લામાં એસ્સાર, રિલાયન્સ જેવી કંપનીઓના પેટ્રોલ પંપ પુરવઠો ન મળવાના કારણે બંધ છે. અગાઉ 2008માં પણ આ રીતે જ પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત 150 બેરલ પ્રતિ લીટર થઈ ગઈ હતી. રિલાયન્સ સરકારી કંપનીઓની જેમ સબસિડી દરે ઈંધણનું વેચાણ કરી શકે નહીં. સરકારી કંપનીઓને સરકારી અનુદાન આપવામાં આવે છે.