મુંબઈના 19 ગીચ રેલ્વે સ્ટેશનનો પુનઃવિકાસ થવા જઈ રહ્યો છે, 947 કરોડના ખર્ચે 16 મહિનામાં પૂર્ણ થશે કામ

મુંબઈના 19 ગીચ રેલ્વે સ્ટેશનનો પુનઃવિકાસ થવા જઈ રહ્યો છે, 947 કરોડના ખર્ચે 16 મહિનામાં પૂર્ણ થશે કામ
પ્રતિકાત્મક તસવીર

મુંબઈના ભીડભાડવાળા રેલ્વે સ્ટેશનો ઉપર ટૂંક સમયમાં વધુ એક માળનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 19 રેલવે સ્ટેશન રિડેવલપ થવા જઈ રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Mar 29, 2022 | 4:17 PM

મુંબઈના (Mumbai) ભીડભાડવાળા રેલ્વે સ્ટેશનો (Railway stations) ઉપર ટૂંક સમયમાં વધુ એક માળનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 19 રેલવે સ્ટેશન રિડેવલપ થવા જઈ રહ્યા છે. આ કામો 16 મહિનામાં પૂર્ણ થશે. 947 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. મુંબઈની ટ્રેનો અને મુંબઈના સ્ટેશનો પર વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લાગુ કરવામાં આવી રહ્યો છે. આવા 19 ગીચ સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. આ તમામ સ્ટેશનોમાં લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એટલે કે, દરરોજ ભીડભાડવાળી બસો. ટ્રેનમાં મુસાફરી કરતા મુંબઈગરાઓ માટે બે સારા સમાચાર આવ્યા છે.

એક તરફ મુંબઈ મેટ્રોના બે રૂટનું 2 એપ્રિલે ઉદ્ઘાટન થવાનું છે. આ બે રૂટ દહિસરથી અંધેરી ઈસ્ટ અને દહિસરથી ડીએન નગર અંધેરી હશે. બીજી તરફ મુંબઈ લોકલના 19 સ્ટેશનના નવીનીકરણને કારણે મુંબઈકરોને મુસાફરી કરવી વધુ સરળ બનશે અને ભીડભાડ ટાળી શકાય છે.

આ પ્રોજેક્ટ હેઠળ 19 રેલવે સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે. જેમાં મધ્ય રેલવેના 12 સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્ટેશનો ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ, ડોમ્બિવલી, નેરુલ, શહાદ, કસારા, જીટીબીએન, ચેમ્બુર, ગોવંડી અને માનખુર્દ છે. એ જ રીતે પશ્ચિમ રેલવેના 7 સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવનાર છે. તેમાં મુંબઈ સેન્ટ્રલ, સાંતાક્રુઝ, કાંદિવલી, મીરા રોડ, ભાયંદર, વસઈ અને નાલાસોપારાનો સમાવેશ થાય છે.

આ દરમિયાન તમને જણાવી દઈએ કે, 2 એપ્રિલથી મુંબઈ મેટ્રોના 2A અને 7 રૂટનું પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. દહિસરથી અંધેરીના ડીએન નગર જવાની સુવિધા 2 A રૂટથી અને 7મા રૂટથી અંધેરી પૂર્વથી દહિસર પૂર્વ સુધીની સુવિધા ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: Maharashtra Schools: મહારાષ્ટ્રની શાળાઓમાં ઉનાળુ વેકેશન રદ, સંપૂર્ણ સમયનો અભ્યાસ, કોરોના સમયની ભરપાઈ કરવામાં આવશે

આ પણ વાંચો: AIIMS Recruitment 2022: AIIMSમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati