Dawood money laundering case: નવાબ મલિકની વધી શકે છે મુશ્કેલી, EDએ રજિસ્ટ્રાર પાસેથી માગી મિલકતની વિગત
ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 23 ફેબ્રુઆરીના રોજ મલિકની ધરપકડ કરવામાં આવી હતી.
Dawood Ibrahim money laundering case: મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ મહારાષ્ટ્ર સરકારના (Maharashtra government)મંત્રી નવાબ મલિકની (Nawab Malik) મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નવાબ મલિકના પરિવારના નામે નોંધાયેલી તમામ મિલકતોના દસ્તાવેજો માગ્યા છે.તમને જણાવી દઈએ કે, આ પત્રમાં EDએ નવાબ મલિક, તેની પત્ની મેહજબીન અને પુત્ર ફરાઝ મલિકના નામે નોંધાયેલી તમામ સંપત્તિના દસ્તાવેજો આપવા માંગ કરી છે. મળતી માહિતી મુજબ EDએ આ પત્ર 24 માર્ચે લખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, EDએ પહેલા મલિક પરિવાર પાસેથી આ તમામ દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ ત્યાંથી તે ન મળતા હવે EDએ(Enforcement Directorate) રજિસ્ટ્રાર પાસેથી માહિતી માંગી છે.
દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીદારોની પણ ધરપકડ કરવામાં આવી
મુંબઈની વિશેષ અદાલતના આદેશ અનુસાર, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક 4 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. મલિકની મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 23 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.આ ઉપરાંચ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીદારોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મલિક 7 માર્ચ સુધી ED કસ્ટડીમાં હતા અને બાદમાં તેમને 21 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
EDએ મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ અને નેતાઓ પર તેની પકડ વધુ કડક કરી
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકની તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, તે પહેલાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની પણ ગયા વર્ષે નવેમ્બરમાં એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતની પત્ની વર્ષાની પણ પૂછપરછ કરી હતી, જ્યારે અનિલ દેશમુખના કેસમાં પક્ષના નેતા અને મંત્રી અનિલ પરબની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શિવસેના સાંસદ ભાવના ગવલી પણ હાલ મની લોન્ડરિંગ કેસમાં તપાસનો સામનો કરી રહી છે.
આ પણ વાંચો : Maharashtra Schools: મહારાષ્ટ્રની શાળાઓમાં ઉનાળુ વેકેશન રદ, સંપૂર્ણ સમયનો અભ્યાસ, કોરોના સમયની ભરપાઈ કરવામાં આવશે