Mumbai : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC એક્શનમાં, સાઉથ આફ્રિકાથી આવતા લોકોને 14 દિવસ સુધી કરાશે ક્વોરેન્ટાઈન

BMC ના જણાવ્યા અનુસાર, જો મુંબઈમાં કોઈપણ બિલ્ડિંગમાં એક વ્યક્તિ પણ કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત જોવા મળે છે, તો આખી બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવશે.

Mumbai : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC એક્શનમાં, સાઉથ આફ્રિકાથી આવતા લોકોને 14 દિવસ સુધી કરાશે ક્વોરેન્ટાઈન
Omicron Variant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 7:01 AM

Omicron Variant  : દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવતા પ્રવાસીઓએ હવે 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં (Quarantine)રહેવું પડશે. ઉપરાંત તેમનો દર 48 કલાકે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. BMCના આદેશ અનુસાર, જો મુંબઈની કોઈપણ બિલ્ડીંગમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો(Omicron Variant)  એક પણ દર્દી મળી આવશે તો આખી ઈમારત સીલ કરી દેવામાં આવશે. નવા વેરિયન્ટની દહેશતને પગલે હાલ મુંબઈ મહાનગરપાલિકા (Bombay Municipal Corporation) એક્શનમાં જોવા મળી રહી છે.

હોમ ક્વોરેન્ટાઈનને મંજૂરી આપવામાં આવશે નહીં

BMCની ગાઈડલાઈન અનુસાર, દક્ષિણ આફ્રિકાથી આવતા આવા મુસાફરોએ તેમના ઘરે જતા પહેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં (Quarantine Center) જવું પડશે. 14 દિવસનો ક્વોરેન્ટાઇન સમયગાળો સમાપ્ત કર્યા બાદ જ તેઓ પોતાના ધરે જઈ શકશે. તમને જણાવી દઈએ કે, ક્વોરેન્ટાઈન સંપૂર્ણપણે સંસ્થાકીય હશે એટલે કે હોમ ક્વોરેન્ટાઈનને મંજૂરી આપવામાં આવશે નહીં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

BMC એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ (Suresh Kakani) જણાવ્યુ હતુ કે, ક્વોરેન્ટાઈન દરમિયાન દર 48 કલાકે કોરોના ટેસ્ટ થશે. જો કોઈ લક્ષણો જોવા મળે છે, તો તેને તરત જ કોરોના સેન્ટરમાં મોકલવામાં આવશે અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેની સારવાર શરૂ કરવામાં આવશે.

જો એક પણ વ્યક્તિ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થશે તો……….

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની(WHO)  સલાહકાર સમિતિના જણાવ્યા અનુસાર, કોરોનાનું આ ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ઝડપથી ફેલાય છે. તેને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ પણ નિયમો કડક કર્યા છે. જો મુંબઈમાં કોઈ પણ વ્યક્તિ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળે છે,તો સમગ્ર બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત, BMC હેઠળની તમામ હોસ્પિટલો અને કોવિડ સારવાર કેન્દ્રોનું ફાયર ઓડિટ, મેઈન્ટન્સ વીજળી અને સેફ્ટી ઓડિટ અંગેના કાર્યો પણ શરૂ કરવામાં આવ્યા છે. વેન્ટિલેટરની યોગ્ય તપાસ કર્યા બાદ જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવશે. આ તમામ બાબતોની યોગ્ય તૈયારી માટે સમગ્ર તંત્ર સક્રિય થઈ ગયું છે.

આ પણ વાંચો : Maharashtra Omicron Variant: કોરોનાના એમિક્રોન વેરીઅન્ટથી મહારાષ્ટ્રને કેટલું જોખમ ? સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આપ્યું મહત્વનું નિવેદન

આ પણ વાંચો : Omicron Impact in Maharashtra: મહારાષ્ટ્રમાં સરકારે પ્રતિબંધો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, શું ફરીથી થશે લોકડાઉન ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">