Omicron Impact in Maharashtra: મહારાષ્ટ્રમાં સરકારે પ્રતિબંધો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, શું ફરીથી થશે લોકડાઉન ?

નવી માર્ગદર્શિકા અનુસાર રિક્ષા, ટેક્સી, બસ, કેબમાં રસીના બંને ડોઝ લીધા હોય તેવા લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી છે.

Omicron Impact in Maharashtra: મહારાષ્ટ્રમાં સરકારે પ્રતિબંધો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, શું ફરીથી થશે લોકડાઉન ?
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 8:49 PM

દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટે (Omicron variant of south Africa) ફરી એકવાર સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભય વધારી દીધો છે. ડેલ્ટા વેરિઅન્ટ કરતાં દસ ગણી ઝડપથી વધી રહેલા આ નવા ઓમિક્રોન વેરિઅન્ટે દેશ અને દુનિયા સહિત મહારાષ્ટ્ર સરકારની (Maharashtra Government) પણ ચિંતા વધારી છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray) એ રાજ્યના કોરોના ટાસ્ક ફોર્સના સભ્યો અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.

આ નવા વેરિઅન્ટ સાથે ફરી એકવાર રાજ્ય લોકડાઉન તરફ તો નથી આગળ વધી રહ્યું, એવી શંકા ઉભી થવા લાગી છે. આ દરમિયાન, રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા (Maharashtra Govt. new restrictions and guidelines) જાહેર કરવામાં આવી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

હવે સંપુર્ણ વેક્સીનેટેડ લોકો એટલે કે બંને ડોઝ લઈ ચુકેલા લોકોને જ જાહેર વાહનોમાં જવાની મંજુરી મળશે. તેવી જ રીતે, જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેમને જ મોલ, ઓડિટોરિયમ, કાર્યક્રમોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સલ પાસ આપવામાં આવ્યા છે. મુસાફરી કરતી વખતે રસીકરણનું પ્રમાણપત્ર અને ફોટો ઓળખ કાર્ડ સાથે રાખવું જરૂરી છે.

સંપૂર્ણ રસીકરણ પછી જ જાહેર વાહનો અને મોલમાં પ્રવેશ મળશે

માસ્ક પહેરવું જરૂરી છે, નહીં તો 500 રૂપિયાનો દંડ

માસ્ક પહેરવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. જો કોઈ માસ્કનો ઉપયોગ કરતું નથી, તો તેની પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો દુકાનોમાં માસ્ક વગર ગ્રાહકો જોવા મળશે તો દુકાનદારો પાસેથી 10 હજાર રૂપિયા વસૂલવામાં આવશે. તેવી જ રીતે, જો કોઈ મોલમાં માસ્ક વગર જોવા મળે છે, તો મોલ માલિક પાસેથી 50 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

જો રાજકીય સભાઓ, કાર્યક્રમોમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન જોવા મળે તો 50 હજાર રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવશે. ટેક્સી અથવા ખાનગી વાહનોમાં માસ્કનો ઉપયોગ ન કરવા પર, મુસાફરો પાસેથી 500 રૂપિયા અને વાહન માલિકો પાસેથી પણ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

IND v NZ મેચ માટે, સ્ટેડિયમમાં માત્ર 25 ટકા દર્શકોની હાજરીને મંજૂરી આપવામાં આવી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં માત્ર 25 ટકા દર્શકોને જ મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાથી આવનાર વ્યક્તિઓએ 72 કલાકની અંદર કરાવેલો RTPCR ટેસ્ટ નેગેટિવ હોવા જરૂરી છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ દક્ષિણ આફ્રિકા સહિતના દેશોની હવાઈ સેવાઓ રદ કરવાની સલાહ આપી છે જ્યાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટના દર્દીઓ મળી આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારની નવી માર્ગદર્શિકા અને નિયંત્રણો

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, જે લોકોએ રિક્ષા, ટેક્સી, બસ, કેબમાં રસીના બંને ડોઝ લીધા છે તેમને જ મુસાફરી કરવાની મંજૂરી છે. અથવા જો મહારાષ્ટ્ર આવતા મુસાફરો પાસે રસીનું પ્રમાણપત્ર ન હોય 72 કલાકની અંદર કરાવેલો  RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો જરૂરી રહેશે.

થિયેટરો, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમમાં 50 ટકા લોકોની હાજરીને મંજૂરી આપી

આ સિવાય થિયેટર, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમમાં 50 ટકા લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવશે. સાર્વજનિક સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આવું કરનારાઓને સજા કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે અને એકબીજાથી છ ફૂટનું અંતર રાખવું જરૂરી રહેશે.

કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોને એલર્ટ કર્યા છે

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારોના જોખમને જોતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ કરી દીધા છે. કેન્દ્ર સરકારે પત્ર લખીને રાજ્યોને અન્ય દેશોમાંથી આવતા મુસાફરોની સંપૂર્ણ તપાસ અને પરીક્ષણ કરવા આદેશ આપ્યો છે. દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સ્વાના જેવા દેશોમાંથી આવતા મુસાફરોની વિશેષ તપાસ થવી જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખ્યો છે.

આ પણ વાંચો :  હવે નેપાળની નજર ભારતના આ ત્રણ વિસ્તાર પર, પૂર્વ વડાપ્રધાન ઓલીએ કહ્યું સત્તામાં આવીશ તો ‘પરત લઇ લઈશું’

g clip-path="url(#clip0_868_265)">