Omicron Variant: આફ્રિકન દેશોમાંથી મુંબઈ આવ્યા 1000 યાત્રી, માત્ર 100 લોકોનું કરવામાં આવ્યું પરીક્ષણ, હવે બાકીનાને શોધી રહ્યું છે તંત્ર

|

Nov 30, 2021 | 7:14 PM

યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ સભ્ય દેશોને એક ટેકનિકલ મેમોરેન્ડમ જાહેર કરીને કહ્યું કે નવા વેરીઅન્ટ વિશે ઘણી અનિશ્ચિતતા છે. આ નવા સ્વરૂપનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો.

Omicron Variant: આફ્રિકન દેશોમાંથી મુંબઈ આવ્યા 1000 યાત્રી, માત્ર 100 લોકોનું કરવામાં આવ્યું પરીક્ષણ, હવે બાકીનાને શોધી રહ્યું છે તંત્ર
symbolic image

Follow us on

છેલ્લા 15 દિવસમાં લગભગ 1,000 મુસાફરો આફ્રિકન દેશોમાંથી (African nations) મુંબઈ પહોંચ્યા છે, જ્યાં કોરોના વાઈરસના નવા સ્વરૂપો અને વધુ ચેપી ‘ઓમિક્રોન વેરિએન્ટ’ (Omicron Variant ) ના કેસો નોંધાઈ રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ (Suresh Kakani) સોમવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે 466 મુસાફરોની યાદી પ્રાપ્ત થઈ છે, તેમાંથી ઓછામાં ઓછા 100ની કોવિડ-19 માટે તપાસ કરવામાં આવી છે.

 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સોમવારે ચેતવણી આપી હતી કે પ્રારંભિક પુરાવાના આધારે વાયરસનું નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’ વિશ્વ માટે ગંભીર ખતરો છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ સભ્ય દેશોને એક ટેકનિકલ મેમોરેન્ડમ જાહેર કરીને કહ્યું કે નવા વેરીઅન્ટ વિશે ઘણી અનિશ્ચિતતા છે. આ નવા સ્વરૂપનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

કાકાણીએ કહ્યું કે આ બધી ચિંતાઓ વચ્ચે એરપોર્ટ અધિકારીઓએ અમને જણાવ્યું કે છેલ્લા 15 દિવસમાં લગભગ 1,000 મુસાફરો આફ્રિકન દેશોમાંથી આવ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં 466 મુસાફરોની યાદી આપવામાં આવી છે.

 

‘ઓમિક્રોન’ની ઝડપી તપાસ માટે એસ-જીન સબંધિત ટેસ્ટ કરવામાં આવશે

કાકાણીએ કહ્યું ‘466 મુસાફરોમાંથી 100ના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે. ત્યાર પછી જ ખબર પડશે કે તેમને સંક્રમણ લાગ્યું છે કે નહીં. જો તેમને સંક્રમણ નથી લાગ્યું તો ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ સંક્રમિત લોકોના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. આ સાથે જ ‘ઓમિક્રોન’ની ઝડપી તપાસ માટે WHOના સૂચન મુજબ એસ-જીન સંબંધિત પરીક્ષણ કરવામાં આવશે.

 

અધિકારીએ કહ્યું કે જો કોઈ સેમ્પલમાં ‘S-જીન’ ન મળે તો માની શકાય છે કે મુસાફર ઓમિક્રોનથી સંક્રમિત છે. જો કે આની પુષ્ટિ ‘જીનોમ સિક્વન્સિંગ’ દ્વારા જ થશે. તેમણે કહ્યું કે સંક્રમિત મળી આવેલા તમામ મુસાફરોને મહાનગરપાલિકાના સંસ્થાકીય આઈસોલેશન સેન્ટર સેવન હિલ્સ હોસ્પિટલમાં રાખવામાં આવશે, પછી ભલે તેઓમાં કોઈ લક્ષણો હોય કે ન હોય.

 

આ પણ વાંચો :  પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બનતા આનંદ મહિન્દ્રાએ કહ્યું, ‘આ ભારતીય CEO વાયરસ છે અને તેની કોઈ રસી નથી’, વિશ્વની અનેક કંપનીમાં ભારતીય મૂળના CEO

 

 

Next Article