Omicron Variant: કોવિડ-19 માર્ગદર્શિકાની મુદત 31 ડિસેમ્બર સુધી લંબાવી, નિયમોનું કડક પાલન કરવા કેન્દ્રની સૂચના

યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યું કે નવું વેરિઅન્ટ RT-PCR અને RAT ટેસ્ટમાં બચી શકશે નહીં. તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા અને હોમ આઈસોલેશનમાં રહેતા લોકો પર દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

Omicron Variant: કોવિડ-19 માર્ગદર્શિકાની મુદત 31 ડિસેમ્બર સુધી લંબાવી, નિયમોનું કડક પાલન કરવા કેન્દ્રની સૂચના
Symbolic Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 5:38 PM

કોરોના(Corona)ના નવા વેરિઅન્ટ(New variants)ને લઇને ભારત સરકાર સતર્કતા દાખવી રહી છે. કેન્દ્ર સરકારે(Central Government) મંગળવારે કેટલાક દેશોમાં કોરોનાવાયરસ(Coronavirus)ના અત્યંત પરિવર્તિત પ્રકારના ઉદભવને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 નિયંત્રણ પગલાં 31 ડિસેમ્બર સુધી લંબાવ્યા છે અને રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ એક પત્રમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 25 નવેમ્બરના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીને સખત રીતે અનુસરવા જણાવ્યું હતું.

કડક દેખરેખ સ્ક્રિનીંગની ભલામણ

સમગ્ર દેશમાં સંક્રમણ ન ફેલાય તેને ધ્યાને લઇને કેન્દ્ર સરકારે કડક નિયમો બનાવ્યા છે. સરકારે જાહેર કરેલી એડવાઈઝરીમાં તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની કડક દેખરેખ અને સ્ક્રીનિંગની ભલામણ કરી છે. ભલ્લાએ એમ પણ કહ્યું હતું કે જે લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના સંપર્કમાં આવ્યા હતા તેઓને આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર શોધી કાઢવા અને તપાસ કરવી જોઈએ. ઉપરાંત, ભારતીય SARS-CoV-2 જીનોમ ગ્રૂપ ગાઈડન્સ ડોક્યુમેન્ટ (INSACOG) અનુસાર, આવા પ્રવાસીઓના સેમ્પલ તાત્કાલિક નિયુક્ત જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવા જોઈએ.

રાજ્યને સતર્ક રહેલા સૂચન

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે રાજ્યોના સર્વેલન્સ અધિકારીઓએ જિનોમ વિશ્લેષણના પરિણામોને ઝડપી બનાવવા માટે જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઓ સાથે ગાઢ સંકલન સ્થાપિત કરવું જોઈએ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જ્યારે ભયજનક ભિન્નતાઓની હાજરી વિશે જાણ થાય ત્યારે તરત જ જરૂરી જાહેર આરોગ્ય પગલાં લેવા જોઈએ. ગૃહ સચિવે નિર્દેશ આપ્યો છે કે હાલના COVID-19 નિયંત્રણ પગલાં 31 ડિસેમ્બર સુધી ચાલુ રાખવા જોઈએ.

રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોને તૈયારી રાખવા નિર્દેશ

નવા ઓમિક્રો મંગળવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને તેમને કેસોને ઓળખવા અને વહેલા ઉકેલવા માટે તપાસને વધુ તીવ્ર બનાવવાની સલાહ આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભૂષણે કહ્યું કે નવું વેરિઅન્ટ RT-PCR અને RAT ટેસ્ટમાં ટકી શકશે નહીં. તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા અને હોમ આઈસોલેશનમાં રહેતા લોકો પર દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

દેશભરમાંથી કોરોનાના 6990 નવા કેસ 

મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 6,990 નવા કેસ આવ્યા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 3,45,87,822 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 1,00,543 થઈ ગઈ છે. આ ઉપરાંત વધુ 190 દર્દીઓના મોત સાથે મૃતકોની સંખ્યા 4,68,980 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચોઃ સંજય દત્ત બન્યા અરુણાચલ પ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર, ‘મુન્નાભાઈ’એ CM પેમા ખાંડુનો માન્યો આભાર

આ પણ વાંચોઃ રાજ્યસભાના તમામ સસ્પેન્ડેડ સાંસદ આવતીકાલે સંસદ પરિસરમાં ધરણા કરશે, વેંકૈયા નાયડુએ માફી માગ્યા વિના સસ્પેન્શન રદ કરવાનો કર્યો ઈનકાર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">