Corona: છેલ્લા 1 વર્ષમાં દુનિયાભરમાં સંક્રમિત થયા 19.9 કરોડ લોકો, 34 લાખ દર્દીઓના થયા મોત, જાણો અત્યાર સુધી કેટલા લોકોને આપવામાં આવી વેક્સિન
કોવિડના નવા ઓમિક્રોન (Omicron) વેરિએન્ટને ડેલ્ટા વેરિએન્ટથી વધારે સંક્રમિત માનવામાં આવી રહ્યું છે. ડેલ્ટા વેરિએન્ટના કારણે જ દુનિયાભરમાં બીજી અને ત્રીજી કોવિડ લહેર જોવા મળી. ત્યારે ઓમીક્રોનના કારણે હવે દુનિયાભરમાં ચિંતાનો માહોલ છે.
એક વર્ષના સમય દરમિયાન દુનિયાભરમાં 19.9 કરોડ લોકો કોરોના વાઈરસ (Corona Virus)થી સંક્રમિત થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) તેની જાણકારી આપી છે. WHOએ જણાવ્યું કે આ દરમિયાન 34 લાખ લોકોના કોવિડ 19ના કારણે મોત થયા. દુનિયાભરમાં વેક્સિનની ઉપલબ્ધતા થયા બાદ પણ કોરોના વાઈરસની ઝડપમાં કોઈ ઘટાડો થયો નથી. આ કારણ છે જે કોવિડ પ્રોટોકોલ હવે સામાન્ય જીવનનો ભાગ બની ગયો છે.
કોવિડના નવા ઓમિક્રોન (Omicron) વેરિએન્ટને ડેલ્ટા વેરિએન્ટથી વધારે સંક્રમિત માનવામાં આવી રહ્યું છે. ડેલ્ટા વેરિએન્ટના કારણે જ દુનિયાભરમાં બીજી અને ત્રીજી કોવિડ લહેર જોવા મળી. ત્યારે ઓમીક્રોનના કારણે હવે દુનિયાભરમાં ચિંતાનો માહોલ છે. ઓમીક્રોન ઘણા બધા મ્યુટેન્ટને પેદા કરી રહ્યું છે. જેનો અભ્યાસ કરવાનો હજુ બાકી છે. WHO દ્વારા પૂરા પાડવામાં આવેલા સાપ્તાહિક અપડેટ્સ મુજબ 13 ડિસેમ્બર, 2020 સુધીમાં વૈશ્વિક સ્તરે 7 કરોડથી વધુ COVID-19 કેસ અને લગભગ 16 મિલિયન મૃત્યુ થયા.
ગયા વર્ષે આ સમયે અમેરિકા અને યૂરોપમાં હતો કોરોનાનો કહેર
એક વર્ષ પછી 14 ડિસેમ્બર, 2021ના રોજ આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય સંસ્થાના કોરોના વાયરસ ટ્રેકર દર્શાવે છે કે અત્યાર સુધીમાં 26.9 કરોડ COVID-19 કેસ સામે આવ્યા અને 50 લાખ મૃત્યુ થયા છે. આ સમયે ગયા વર્ષે ડિસેમ્બરમાં યૂરોપ અને અમેરિકા બે એવા વિસ્તાર હતા, જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા.
દક્ષિણ એશિયામાં ઓછા થયા હતા કેસ
આફ્રિકન અને પશ્ચિમ-પેસિફિક ક્ષેત્રમાં પણ નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન કોરોના વાયરસના કેસોમાં નવેસરથી વધારો જોવા મળ્યો અને સપ્ટેમ્બરમાં ટોચ પછી દક્ષિણપૂર્વ એશિયામાં હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુ દરમાં ઘટાડો થયો. તે અઠવાડિયે વૈશ્વિક સ્તરે સૌથી વધુ કેસ નોંધાયેલા પાંચ દેશોમાં યુએસ, બ્રાઝિલ, તુર્કી, ભારત અને રશિયા હતા. વધતા સંક્રમણો માટે આંશિક રીતે અર્થવ્યવસ્થાઓને ફરીથી ખોલવા અને આવનારી રજાઓને જવાબદાર ગણાવવામાં આવી હતી. ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત જેવા રાજ્યોમાં વધુ કેસ સામે આવ્યા.
9 ડિસેમ્બર 2020એ લગાવવામાં આવી પ્રથમ વેક્સિન
અહીં નોંધનીય બાબત એ છે કે તે સમય દરમિયાન વિશ્વ મહામારી સામે લડવા માટે એટલું તૈયાર નહોતું. કોરોના વાઈરસની પ્રથમ વેક્સિન 9 ડિસેમ્બર 2020એ બ્રિટેનમાં લગાવવામાં આવી હતી. આ દરમિયાન બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે કહ્યું હતું કે આ અમારા દુશ્મન કોરોના વાઈરસની વિરૂદ્ધ લડાઈની શરૂઆત છે. ત્યારબાદથી ફાઈઝર, મોડર્ના, એસ્ટ્રાજેનેકા જેવી કંપનીઓએ પોતાની વેક્સિનને તૈયાર કરી છે. આ વેક્સિન દ્વારા જ અત્યાર સુધી દુનિયાભરમાં 8.47 અરબ ડોઝ લોકોને લગાવવામાં આવી ચૂક્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 કેસ, એક દર્દીનું મૃત્યુ
આ પણ વાંચો: Kutch: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કલેકટરે આપ્યા આદેશ,આ નિયમોનુ પાલન કરવુ પડશે