મહારાષ્ટ્રમાં લોકડાઉનની શક્યતા નહીવત, જો કોરોના અને ઓમિક્રોન સંક્રમણ આમ જ વધતું રહેશે તો પ્રતિબંધો આકરાં થશેઃ આરોગ્ય મંત્રી રાજેશ ટોપે

સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે 'કોરોનાનું સંક્રમણ બમણી ઝડપે વધી રહ્યું છે. ગઈકાલે 8 હજાર કેસ નોંધાયા હતા. આજે 12થી 15 હજાર નવા કેસ સામે આવી શકે છે. જો સંક્રમણ સતત વધતું રહેશે તો કોરોના પ્રતિબંધો વધુ કડક થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉનની શક્યતા નહીવત, જો કોરોના અને ઓમિક્રોન સંક્રમણ આમ જ વધતું રહેશે તો પ્રતિબંધો આકરાં થશેઃ આરોગ્ય મંત્રી રાજેશ ટોપે
Rajesh Tope, Health Minister of Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 6:52 PM

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ (Rajesh Tope) મહારાષ્ટ્રમાં લોકડાઉનના (Maharashtra Lockdown) અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો મહારાષ્ટ્રમાં કોરોના અને ઓમિક્રોનના કેસ (Corona-omicron cases in Maharashtra) આ જ દરે વધતા રહેશે તો રાજ્યમાં નિયંત્રણો વધુ કડક કરવામાં આવશે, પરંતુ લોકડાઉન લાગુ કરવા અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) કે કેબિનેટ સાથે કોઈ ચર્ચા થઈ નથી.

રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે જો ઓક્સિજનની જરૂરિયાત અને પોઝિટિવીટી દર નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો નિયંત્રણો વધુ કડક કરવાની જરૂરિયાત અનુભવાશે. આટલું વહેલું લોકડાઉનની કોઈ જરૂર નથી, તેથી મીડિયાને પણ વિનંતી છે કે લોકડાઉન જેવા સમાચારો જણાવીને લોકોમાં ભય ન ફેલાવે. હાલ લોકડાઉનની કોઈ ચર્ચા નથી. રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો કોઈ વિચાર નથી. કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, પરંતુ અમે અત્યાર સુધી રેસ્ટોરન્ટ, થિયેટરો, શાળાઓ અને કોલેજોને સ્પર્શ્યા નથી. આગળ પણ સંક્રમણ વધશે તો કોરોના નિયંત્રણો વધારવામાં આવશે, પરંતુ લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં.

‘કોરોના-ઓમિક્રોન સંક્રમણમાં વધારાથી ચિંતા વધી, રોજના 10થી 15 હજાર નવા કેસનો ભય’

સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે ‘કોરોનાનું સંક્રમણ બમણી ઝડપે વધી રહ્યું છે. ગઈકાલે 8 હજાર કેસ નોંધાયા હતા. આજે 12થી 15 હજાર નવા કેસ સામે આવી શકે છે. ઓમિક્રોનના કેસ પણ તેજીથી સામે આવી રહ્યા છે. આ ચિંતાનો વિષય છે. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટમાં હોસ્પિટલમાં દાખલ થવાનો, મૃત્યુનો, ઓક્સિજનની જરૂરિયાતનો દર વધારે હતો. જ્યારે ઓમિક્રોનમાં જોવામાં આવી રહ્યું છે કે આનો ફેલાવો ખૂબ જ ઝડપી છે, પરંતુ ઓમિક્રોન દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઓછી પડે છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

વધુમાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું ‘રોજના ઓમિક્રોન અને ડેલ્ટા કેસની સંભવિત ટકાવારીનો અંદાજ કાઢવો જરૂરી છે. જો આપણે દરરોજ ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટના કેસોના સંભવિત ગુણોત્તરનો અંદાજ લગાવી શકીએ તો આરોગ્ય વિભાગ માટે દર્દીઓની સારવાર માટેના પગલાંની યોજના નક્કી કરવાનું સરળ બનશે.’

સંક્રમણ ન વધે, તેનો ઉકેલ શોધવો સરકારની પ્રથમ પ્રાથમિકતા 

આરોગ્ય મંત્રીએ કહ્યું કે ‘પ્રતિબંધોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવું જરૂરી છે. સંક્રમણ વધે નહીં આ માટે શું કરી શકાય છે, આ ઉકેલ અને યોજના તૈયાર કરવાની સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. 31 ડિસેમ્બરથી પ્રતિબંધો લંબાવવામાં આવ્યા છે. તેની પાછળ પણ આ જ કારણ છે.

આ પણ વાંચો :  ઓમિક્રોનની આફત : મહારાષ્ટ્રમાં કોમ્યુનિટી સ્પ્રેડનો ખતરો ? જીનોમ સિક્વેન્સિંગ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">