Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIAએ સચિન વાજે સહિત 10 આરોપી વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ, UAPA સહિત અનેક કલમો હેઠળના આરોપો

NIAએ મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસેથી મળી આવેલા વિસ્ફોટક મામલે ચાર્જશીટ દાખલ કરી છે. આર્મ્સ એક્ટ, યુએપીએ અને અન્ય ઘણી કલમોમાં 10 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

NIAએ સચિન વાજે સહિત 10 આરોપી વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ, UAPA સહિત અનેક કલમો હેઠળના આરોપો
Sachin Vaje (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 11:33 PM

સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ (NIA)એ  મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક વિસ્ફોટકો મળી આવવાના (Antilia Bomb Scare Case) કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં (Mumbai Special Court) સચિન વાજે સહિત 10 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. NIAએ આ બધા પર ઘણી કલમો સાથે આર્મ્સ એક્ટ અને UAPA હેઠળ ચાર્જશીટ (Charge sheet) દાખલ કરી છે.

આ વર્ષે 24-25 ફેબ્રુઆરીની મધ્યરાત્રિમાં મુંબઈમાં એન્ટિલિયા પાસે પાર્ક કરેલી એક લાવારીસ સ્કોર્પિયો કારમાંથી 20 જિલેટીન લાકડીઓ મળી આવી હતી. 25 ફેબ્રુઆરીએ ગામદેવી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ સ્કોર્પિયો કારમાંથી એક ધમકીભર્યો પત્ર પણ મળી આવ્યો હતો. આ દરમિયાન જાણવા મળ્યું કે જે સ્કોર્પિયો કારમાંથી આ જિલેટીન લાકડીઓ મળી આવી છે તે કારની ચોરી થયાનો રિપોર્ટ વિક્રોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.

આજનું રાશિફળ તારીખ : 28-03-2025
SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!

સચિન વાજે સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી

તપાસ હજુ ચાલુ હતી કે સ્કોર્પિયો કારના માલિક હિરેન મનસુખનો (Munsukh Hiren) મૃતદેહ 5 માર્ચે દરિયા કિનારે મળી આવ્યો હતો. મામલો ઘણો જટિલ બની ગયો હતો, આ કારણથી  તપાસ NIAને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન NIAએ આ કેસમાં મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાજે સહિત 10 લોકોની ધરપકડ કરી હતી.

સચિન વાજે ઉપરાંત NIAએ આ કેસમાં નરેશ રમણીકલાલ, વિનાયક બાળાસાહેબ, રિયાઝુદ્દીન હિસામુદ્દીન કાઝી, સુનીલ ધર્મા માને, સંતોષ આત્મારામ શેલાર, આનંદ પાંડુરંગ જાધવ, સતીશ તિરુપતિ મોઠકુરી, મનીષ વસંતભાઈ સોની અને પ્રદીપના નામ આપ્યા છે.

પકડાઈ જવાના ડરથી મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી હતી

NIAની તપાસમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે આ કાવતરાનો સમગ્ર પ્લાન સચિન વાજે દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને બાદમાં સ્કોર્પિયોના માલિક હિરેન મનસુખની પણ કથિત રીતે પકડાઈ જવાના ડરથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં NIAએ તમામ 10 આરોપીઓ સામે અનેક કલમો સાથે આર્મ્સ એક્ટ અને UAPA હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.

આ પણ વાંચો : ફરી બધુ બંધ કરવા માટે મજબુર ન કરવા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની લોકોને અપીલ

g clip-path="url(#clip0_868_265)">