ફરી બધુ બંધ કરવા માટે મજબુર ન કરવા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની લોકોને અપીલ

અજિત પવારે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક લોકો બેદરકાર બની ગયા છે, તેઓ કોરોના વાઈરસથી ડરતા નથી. તેણે માની લીધું છે કે કોરોનાનો યુગ પસાર થઈ ગયો છે.

ફરી બધુ બંધ કરવા માટે મજબુર ન કરવા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની લોકોને અપીલ
Deputy CM Ajit Pawar

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાને લઈને ઠાકરે સરકાર હજુ પણ કોઈ બેદરકારી રાખવા માંગતી નથી. આ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે (Ajit Pawar) શુક્રવારે લોકોને કહ્યું કે રાજ્ય સરકાર માટે ફરી એવી સ્થિતી ઉભી ન કરે કે જેનાથી ત્રીજી લહેર (Covid Third Wave) આવવાની પરીસ્થિતિમાં ફરીથી બધું બંધ કરવું પડે. ડેપ્યુટી સીએમે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની બેદરકારી અંગે ચિંતા વ્યક્ત કરી અને આ નિવેદન આપ્યું હતું.

 

અહીં મીડિયા સાથે વાત કરતા પવારે કહ્યું કે કેરળ અને મહારાષ્ટ્રમાં સંક્રમણના સૌથી વધુ કેસોને જોતા કેન્દ્રએ તમામ રાજ્યોને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું “દુર્ભાગ્યની વાત છે કે ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક લોકો બેદરકાર બની ગયા છે, તેઓ કોરોના વાઈરસથી ડરતા નથી. તેઓ માસ્ક પહેરતા નથી, સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરતાં નથી અને તેઓએ માની લીધું છે કે તે કોરોના વાઈરસ ગયો. આને કારણે સંક્રમણના કેસોમાં વધારો થયો છે.

 

શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય મુખ્યમંત્રી કરશે

તેમણે અપીલ કરી કે આને ક્યાંકને ક્યાંક અટકાવવું પડશે. લોકોએ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર માટે આવી પરિસ્થિતિ ન ઉભી કરવી જોઈએ, જેમાં ત્રીજી લહેર આવે અને ફરીથી બધું બંધ કરવું પડે. શાળાઓ ફરી ખોલવાના પ્રશ્ન પર પવારે કહ્યું કે નિષ્ણાતો સાથે વાતચીત ચાલી રહી છે અને આ અંગે નિર્ણય લેવામાં આવશે.

 

તેમણે કહ્યું “આ અંગે બે મંતવ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે દિવાળી પછી શાળાઓ ખોલવી જોઈએ અને કેટલાક લોકો કહે છે કે જ્યાં સંક્રમણનો દર શૂન્ય છે, ત્યાં શાળાઓ ખોલવી જોઈએ. પવારે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી ઠાકરે આ અંગે નિર્ણય લેશે.

 

ચૂંટણીને કારણે ભાજપ મંદિર ખોલવાની માંગ કરી રહ્યું છે: પવાર

રાજ્યમાં મંદિરો ખોલવાની ભાજપ (BJP)  અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની માંગ પર પવારે જણાવ્યું હતું કે નાગરિક ચૂંટણી નજીક છે અને દરેક પક્ષ તેની હાજરીનો અનુભવ કરાવવા માંગે છે અને તેથી જ લાગણી સાથે જોડાયેલા આ મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો છે.

 

પૂણેના સંરક્ષક મંત્રી પવારે જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે ગણેશ ઉત્સવનો સમય પણ નજીક આવી રહ્યો છે અને લોકોએ મોટાપાયે ઉજવણી કરવાનું ટાળવું જોઈએ.

 

આ પણ વાંચો : સિદ્ધાર્થ શુક્લાને છેલ્લી વખત જોવા માટે પોતાને સંભાળી ન શકી શહેનાઝ ગિલ, દર્દથી ચિસો પાડીને લીધું નામ

Click on your DTH Provider to Add TV9 Gujarati