Corona Virus in Mumbai : મુંબઇમાં 15 જાન્યુઆરી સુધી લગાવાયા કડક પ્રતિબંધો, સાર્વજનિક જગ્યાએ જવા પર રોક
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 198 નવા કેસ જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં મોટા ઉછાળા સાથે, રાજ્યમાં 5,368 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે.
કોરોના વાયરસના (Corona Virus) વધતા જતા કેસોને જોતા મુંબઈમાં (Restrictions in Mumbai) પ્રતિબંધો 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે. વહીવટીતંત્રે શુક્રવારે નવી માર્ગદર્શિકા (Guideline) બહાર પાડી હતી. આ મુજબ હવે જાહેર સ્થળો પર જવા પર પણ પ્રતિબંધ લાગુ થશે. આ સાથે કલમ 144 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.
નવા નિયમો હેઠળ, લોકો સાંજે 5 થી સવારે 5 વાગ્યાની વચ્ચે દરિયાકિનારા, ખુલ્લા મેદાનો, ઉદ્યાનો અને સમાન જાહેર સ્થળોની મુલાકાત લઈ શકશે નહીં. વરિષ્ઠ પોલીસ અધિકારી એસ ચૈતન્યએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે 1 વાગ્યાથી અમલમાં આવેલા આદેશ હેઠળ મોટા મેળાવડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
Maharashtra | Restrictions under Section 144 of CrPC extended in Mumbai till Jan 15. Mumbai Police prohibits citizens from visiting beaches, open grounds, sea faces, promenades, gardens, parks, or similar public places, from 5 pm to 5 am. #Omicron pic.twitter.com/AbHYEJiFKr
— ANI (@ANI) December 31, 2021
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “કોરોના કેસોની સંખ્યામાં વધારો અને નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસમાં વધારા વચ્ચે, શહેર કોવિડ -19 રોગચાળાના જોખમ હેઠળ છે.” આદેશમાં કહેવામાં આવ્યું છે કે માનવ જીવન, આરોગ્ય અને સલામતી માટે જોખમને રોકવા અને વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રતિબંધિત આદેશો જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ, નવા વર્ષ સંબંધિત તમામ મોટી ઉજવણીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
કોવિડની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 198 નવા કેસ જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારે ઉછાળા સાથે, રાજ્યમાં 5,368 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે, જે આગલા દિવસ કરતાં 37 ટકા વધુ છે. નિષ્ણાંતો દ્વારા નવા સંસ્કરણને “અત્યંત ચેપી” તરીકે વર્ણવવામાં આવ્યું છે.
મુંબઈમાં પણ 3,671 નવા કેસ સાથે કુલ કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો, જે ગુરુવારના આગલા દિવસ કરતાં 46 ટકા વધુ છે. આ ઉપરાંત રાજ્યમાં ઓમિક્રોનના કેસો પણ મોટાભાગે મુંબઈના છે.
આ છે નવા પ્રતિબંધ
1 નવી ગાઈડલાઈન મુજબ માત્ર 50 લોકો જ લગ્નમાં સામેલ થઈ શકશે. લગ્ન ખુલ્લી જગ્યાએ થાય છે કે બંધ જગ્યાએ થાય છે તેનાથી કોઈ ફરક પડતો નથી. 2 કોઈપણ મેળાવડા, ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં માત્ર 50 લોકો જ હાજર રહી શકશે. 3 અંતિમ સંસ્કારમાં પણ વધુમાં વધુ 20 લોકો ભાગ લઈ શકશે.
આ પણ વાંચો –
ત્રીજી લહેરને આમંત્રણ : શિવસેના સાંસદ સંજય રાઉતે કોરોના નિયમો નેવે મુકીને PM મોદી પર કર્યા પ્રહાર
આ પણ વાંચો –
NCBમાંથી વાનખેડેેની વિદાય : સમીર વાનખેડેનો કાર્યકાળ આજે સમાપ્ત, કંઈક આવી રહી વાનખેડેેની સફર
આ પણ વાંચો –