વિવાદોમાં સમીર વાનખેડે ! NCP નેતા નવાબ મલિકે સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને લગાવ્યા ગંભીર આરોપ

નવાબ મલિકે કહ્યું કે, "મેં ક્યારેય ધર્મના નામે રાજનીતિ કરી નથી.પરંતુ જો કોઈ વ્યક્તિ નકલી કાસ્ટ સર્ટિફિકેટ બનાવીને નોકરી મેળવે છે, તો તેણે ચોક્કસપણે અનુસૂચિત જાતિના અધિકારો છીનવ્યા છે."

વિવાદોમાં સમીર વાનખેડે ! NCP નેતા નવાબ મલિકે સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને લગાવ્યા ગંભીર આરોપ
NCP Nawab Malik shared the nikah Photos of sameer wankhede

Aryan Khan Drugs Case : NCP નેતા નવાબ મલિકે (Nawab Malik) ફરી એકવાર સમીર વાનખેડે પર આકરા પ્રહારો કર્યા છે. તેણે સમીર વાનખેડેના નિકાહનામાની તસવીર ટ્વિટર પર શેર કરી છે. આ સાથે કેપ્શનમાં નવાબ મલિકે લખ્યું છે કે, એક પ્રેમી યુગલની તસવીર… સમીર દાઉદ વાનખેડે અને ડો. શબાના કુરેશી. વધુમાં લખ્યુ કે, સમીર દાઉદ વાનખેડે અને સબના કુરેશીના 7 ડિસેમ્બર, 2006ના રોજ રાત્રે 8 વાગ્યે, લોખંડ વાલા કોમ્પ્લેક્સ, અંધેરી (વેસ્ટ), મુંબઈમાં થયા હતા.

જો પુરાવા ખોટા સાબિત થશે તો હું તાત્કાલિક રાજીનામું આપી દઈશ : નવાબ મલિક

નવાબ મલિકે સમીર વાનખેડે પર આરોપ લગાવતા કહ્યુ કે,ક્રુઝ ડ્રગ્સ કેસમાં (Mumbai Cruise Drugs Case) આર્યન ખાનને ફસાવવામાં આવ્યો છે અને તેણે ખાતરી આપી છે કે સમીર વાનખેડે તેની નોકરી ગુમાવશે. એટલું જ નહીં, તેમણે જાહેરાત કરી હતી કે જો તેમના દ્વારા રજૂ કરાયેલા કોઈપણ દસ્તાવેજો નકલી હોવાનું જણાશે તો તેઓ તાત્કાલિક રાજીનામું આપી દેશે.

સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને લગાવ્યા ગંભીર આરોપ

આ પહેલા પણ NCP નેતા નવાબ મલિકે સમીર વાનખેડે (Sameer Wankhede) પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે ટ્વીટ કરીને NCB અધિકારીઓની ફરિયાદ કરી છે. જેમાં તત્કાલીન એનસીબી ચીફ રાકેશ અસ્થાના, કેપીએસ મલ્હોત્રા અને સમીર વાનખેડે સહિત અનેક અધિકારીઓ પર નકલી કેસ કરીને પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત, તેણે NCB અને સમીર વાનખેડે દ્વારા તેમના પદનો દુરુપયોગ કરીને બોલિવૂડ અભિનેતાઓ અને અભિનેત્રીઓને હેરાન કરવા અને ખંડણી ઉઘરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

મેં ધર્મના નામે ક્યારેય રાજનિતી કરી નથી : નવાબ મલિક

નવાબ મલિકે કહ્યું કે,આર્યન ડ્રગ્સ કેસને (Aryan Drugs Case) લઈને અમે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમાંથી ઘણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. અમને NCB સાથે કોઈ વાંધો નથી. એનસીબીએ ખૂબ સરસ કામ કર્યું છે. પરંતુ જે વ્યક્તિ છેતરપિંડી કરીને સરકારી નોકરી મેળવે છે. તો તે ખરેખર ખોટુ છે, મેં ક્યારેય ધર્મના નામે રાજનીતિ નથી કરી. પરંતુ કોઈ વ્યક્તિ નકલી કાસ્ટ સર્ટિફિકેટ બનાવીને નોકરી મેળવે છે, તો તેણે ચોક્કસપણે અનુસૂચિત જાતિના વ્યક્તિના અધિકારો છીનવીને આ સિદ્ધ કર્યું છે.

 

આ પણ વાંચો : Sameer Wankhede Case: નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે મુંબઈ પોલીસ, 6માંથી 4 ફરિયાદમાં NCB અધિકારીઓ સામે આરોપ

આ પણ વાંચો : Aryan Khan Drug Case: શું આર્યન ખાનને આજે મળશે જામીન ? દલીલો બાદ અઢી વાગે હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

Click on your DTH Provider to Add TV9 Gujarati