Sameer Wankhede Case: નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે મુંબઈ પોલીસ, 6માંથી 4 ફરિયાદમાં NCB અધિકારીઓ સામે આરોપ
મદદનીશ પોલીસ કમિશ્નર સ્તરના અધિકારી તમામ કેસની તપાસ કરશે અને જો ગુના સાથે જોડાયેલી બાબતો પ્રકાશમાં આવશે તો એફઆઈઆર (FIR) નોંધવામાં આવશે.
મુંબઈ પોલીસ (Mumbai Police) હવે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક (Nawab Malik) દ્વારા NCBના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે છ ફરિયાદોમાંથી ચારમાં વાનખેડે અથવા NCB અધિકારીઓ સામે આરોપો છે.
જ્યારે બે ફરિયાદોમાં એનસીપી નેતા નવાબ મલિક પર સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવાનો પ્રયાસ કરવાનો અને નીચલી કોર્ટના જજ અને વાનખેડેને ધમકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
અધિકારીએ કહ્યું છે કે મદદનીશ પોલીસ કમિશ્નર સ્તરના અધિકારી તમામ કેસની તપાસ કરશે અને જો ગુના સાથે જોડાયેલી બાબતો પ્રકાશમાં આવશે તો એફઆઈઆર (FIR) નોંધવામાં આવશે. ભાજપ (BJP) ના ધારાસભ્ય અતુલ ભાટખાલકર (Atul Bhatkhalkar) વતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અતુલે કુર્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે NCB નેતા નવાબ મલિકે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના પ્રયાસમાં NCB દ્વારા તપાસને ધર્મ સાથે જોડી હતી.
પોલીસે સમીરના આરોપોને ફગાવ્યા મલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અન્ય ફરિયાદમાં, ટ્રાયલ કોર્ટના જજ અને સમીર વાનખેડે સામે કાવતરું, ડરાવવા અને ધાકધમકી આપવા માટે મલિકર અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIRની માંગ કરવામાં આવી છે. સમીર વાનખેડેના નેતૃત્વમાં મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ થઈ રહી છે. બીજી તરફ નવાબ મલિકે NCB અને વાનખેડે પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.
સાથે જ સમીર વાનખેડેએ પોલીસની જાસૂસીની આશંકા વ્યક્ત કરી છે. આ મામલે તેણે ફરિયાદ પણ નોંધાવી છે. આના જવાબમાં મુંબઈ પોલીસે કહ્યું કે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કોઈ સત્ય નથી કે ઓશિવરા પોલીસ સ્ટેશનમાંથી તેમની જાસૂસી કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે વાહન ચોરીના સંબંધમાં સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા માટે બે પોલીસ ઓશિવારા કબ્રસ્તાનમાં ગયા હતા.
ખોટો કેસ કરીને પૈસા પડાવવાનો આરોપ NCP નેતા નવાબ મલિકે મંગળવારે સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે NCB કર્મચારીની ફરિયાદને ટ્વિટ કરી હતી. જેમાં તત્કાલીન એનસીબી ચીફ રાકેશ અસ્થાના, કેપીએસ મલ્હોત્રા અને સમીર વાનખેડે સહિત અનેક અધિકારીઓ પર નકલી કેસ કરીને પૈસા પડાવવાનો આરોપ છે. ઉપરાંત, આ પત્રમાં NCB અને સમીર વાનખેડે દ્વારા તેમના પદનો દુરુપયોગ કરીને બોલિવૂડ અભિનેતાઓ અને અભિનેત્રીઓને હેરાન કરવા અને ખંડણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Photos : બાંસૂરી સોંગમાં પસંદ આવ્યો કૃતિનો આઉટફીટ ? જાણો તેની કિંમત
આ પણ વાંચો: Ahmedabad: અંધેરી નગરી, ગંડુ રાજા જેવો ઘાટ! 4 વર્ષથી લટકી રહ્યું છે આ બ્રિજનું કામ