AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કંગનાએ ઓવરડોઝ લીધો છે’, NCP નેતા નવાબ મલિકે બોલિવુડ ક્વીન પર કર્યો કટાક્ષ

નવાબ મલિકે કહ્યું કે કંગનાએ હિમાચલમાં બનાવવામાં આવતી ડ્રગ્સ મલાના ક્રીમના એકથી વધુ ડોઝ લીધા છે, એટલા માટે તે આવી ભ્રામક વાતો કરી રહી છે.

'કંગનાએ ઓવરડોઝ લીધો છે', NCP નેતા નવાબ મલિકે બોલિવુડ ક્વીન પર કર્યો કટાક્ષ
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 2:35 PM
Share

Maharashtra : કોંગ્રેસ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક નિવેદનાં કહ્યુ હતુ કે ‘ભારતને આઝાદી ભીખમાં મળી’. નવાબ મલિકે કહ્યું કે, કંગના રનૌતની ધરપકડ કરીને પદ્મશ્રી એવોર્ડ પાછો લેવો જોઈએ. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલી 24 સેકન્ડની ક્લિપમાં કંગનાએ કહ્યુ હતુ કે, “1947માં આઝાદી નહીં, પણ ભીખ માંગવી અને જે આઝાદી આપણને 2014માં મળી.”

આ નિવેદન ગાંધીજીથી લઈને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે

નવાબ મલિકે (Nawab Malik) વધુમાં કહ્યું કે, કંગનાનુ આ નિવેદન ગાંધીજીથી લઈને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે. અમે કંગનાના નિવેદનની સખત નિંદા કરીએ છીએ. જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે 1947ની આઝાદી ભીખ માંગીને અપાઈ હતી, અમને લાગે છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન થયું છે. કેન્દ્ર સરકારે તેમની સામે કેસ નોંધવો જોઈએ અને તેમની પાસેથી પદ્મશ્રી પરત લેવો જોઈએ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કંગના પર આકરા પ્રહાર કર્યા

અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, ‘કંગના રનૌતનું નિવેદન માત્ર મહાત્મા ગાંધી, પંડિત નેહરુ અને સરદાર પટેલ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓનું જ નહીં, પરંતુ સરદાર ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad) જેવા ક્રાંતિકારીઓના બલિદાનનું પણ અપમાન છે.’ તેણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાને પોતાનું મૌન તોડવું જોઈએ અને દેશને જણાવવું જોઈએ શું તેઓ કંગના રનૌતના અભિપ્રાયનું સમર્થન કરે છે ? સરકારે કંગના વિરુધ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

કંગના રનૌતે તમામ દેશવાસીઓની માફી માંગવી જોઈએ : કોંગ્રેસ પ્રવક્તા

કંગના પર પ્રહાર કરતા કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે (Gaurav Vallabh) કહ્યું કે, “કંગના રનૌતે તેના નિવેદન માટે તમામ દેશવાસીઓની માફી માંગવી જોઈએ કારણ કે તેનાથી આપણા સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન થયું છે.” ભારત સરકારે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, પંડિત નેહરુ, સરદાર ભગતસિંહનું અપમાન કરનાર મહિલા પાસેથી પદ્મશ્રી એવોર્ડ પાછો ખેંચી લેવો જોઈએ. આવા લોકોને પદ્મશ્રી આપવાનો અર્થ એ છે કે સરકાર આવા લોકોને પ્રોત્સાહન આપી રહી છે.

આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિક સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર બોમ્બે હાઈકોર્ટ આજે કરશે સુનાવણી

આ પણ વાંચો: Mumbai: મુંબઈના માનખુર્દ વિસ્તારમાં મંડલા ભંગાર બજારના ગોદામમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ અને 150 કર્મી ઘટના સ્થળે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">