“પિક્ચર અભી બાકી હૈ”, ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન મળ્યા બાદ નવાબ મલિકનો વાનખેડે પર વાર
મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે NCB અધિકારી સમીર વાનખેડે પર પ્રહાર કરતા કહ્યું કે 'પિક્ચર અભી બાકી હૈ'.
Sameer Wankhede Case : ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે ફરીથી NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પર નિશાન સાધ્યું છે. મલિકે કહ્યું કે ‘પિક્ચર અભી બાકી હૈ’.
पिक्चर अभी बाकी है मेरे दोस्त
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 28, 2021
ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઇકોર્ટે (Bombay High Court) 26 દિવસ બાદ આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને રાહત આપી છે. ત્યારે આ ડ્રગ્સ કેસને રાજ્યના મંત્રી મલિક વારંવાર ‘બનાવટી’ ગણાવી રહ્યા છે. અને ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેમાં ગેરકાયદેસર ફોન ટેપીંગ અને નોકરી મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
કંઈક ખોટું કર્યું હશે, એટલે જ વાનખેડેને કાર્યવાહીનો ડર લાગે છે : નવાબ મલિક
ગુરુવારે મીડિયાને સંબોધતા મલિકે કહ્યું હતુ કે, “આર્યન ખાન (Aryan Khan) અને અન્ય વ્યક્તિની ધરપકડ કરનાર અધિકારી વાનખેડેએ હવે મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા ધરપકડ રોકવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.” જેમાં આદેશ જારી કરવાની વિનંતી કરવામાં આવી છે, તેઓએ ખરેખર કંઈક ખોટું કર્યું હોવું જોઈએ અને તેથી જ તેઓ કાર્યવાહીથી ડરે છે.”
ડ્રગ્સ કેસ સંપૂર્ણપણે નકલી
વધુમાં મલિકે જણાવ્યું હતું કે, ” મુંબઈ પોલીસે બોમ્બે હાઈકોર્ટને જાણ કરી છે કે જો તેઓ આવી કોઈ કાર્યવાહી કરવા ઈચ્છે તો તેઓ 72 કલાક અગાઉ તેમની ધરપકડની નોટિસ જારી કરશે. પરંતુ આ ડ્રગ્સ કેસ (Cruise Drugs Case) સંપૂર્ણપણે બોગસ છે. બાળકોને જાણી જોઈને આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા.” તમને જણાવવુ રહ્યુ કે, NCP નેતા મલિકે અગાઉ પણ વાનખેડે પર ગેરકાયદેસર ફોન ટેપિંગ અને નોકરી મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવા સહિતના અનેક આરોપો લગાવ્યા હતા.