Maharashtra: નારાયણ રાણેને ધરપકડ બાદ મહાડ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા, કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા

ધરપકડ બાદ નારાયણ રાણેને સંગમેશ્વર પોલીસ સ્ટેશનથી મહાડના એમઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. રાણેને થોડા સમય બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા. આ દરમિયાન, ધરપકડ બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.

Maharashtra: નારાયણ રાણેને ધરપકડ બાદ મહાડ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા, કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા
નારાયણ રાણેની ધરપકડ બાદ મળ્યા જામીન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 10:34 PM

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનું (Union Minister Narayan Rane) નિવેદન કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) ‘કાન નીચે થપ્પડ મારવી’ નો વિવાદ એટલો વધી ગયો અને અંતે રાણેની ધરપકડ કરવામાં આવી.

ધરપકડ બાદ નારાયણ રાણેને સંગમેશ્વર પોલીસ સ્ટેશનથી મહાડના એમઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.  ત્યાર બાદ તેમને  કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. નારાયણ રાણેના જામીન પર સુનાવણી મહાડ જસ્ટિસ મેજિસ્ટ્રેટની (Judicial Magistrate) સામે રાત્રે 9.50 વાગ્યે શરૂ થઈ. હાલ સુનાવણી ચાલુ છે.

નારાયણ રાણે વિરુદ્ધ IPC ની કલમ 153 અને 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. નાસિક  પોલીસ કમિશનરના આદેશ પર આ ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ નાસિક પોલીસ અને પુણે પોલીસ બંનેની પહેલ પર થઈ હતી. રાણે વિરુદ્ધ 36 જગ્યાએ કેસ નોંધાયા હતા.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

તેમની મંગળવારે સાંજે રત્નાગિરી પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ સંગમેશ્વર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીં મહાડ પોલીસ નારાયણ રાણેને સાથે લઈને મહાડ જવા રવાના થઈ હતી. ત્યારબાદ મહાડ પોલીસે તેમને મહાડ કોર્ટમાં રજૂ કર્યા હતા.

ધરપકડ બાદ રાણેને સંગમેશ્વરથી મહાડ લાવવામાં આવ્યા હતા.

રાણેએ મહાડની જન આશીર્વાદ યાત્રા દરમિયાન પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી પર નિવેદન આપ્યું હતું. તેથી કાયદા મુજબ માત્ર મહાડ પોલીસ નારાયણ રાણેને કોર્ટમાં રજૂ કરશે. એટલા માટે મહાડ પોલીસ રાણેને સાથે લઈને સંગમેશ્વર પોલીસ સ્ટેશનથી મહાડ આમઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસ બરાબર 8.30 વાગ્યે મહાડ પહોંચી, હવે તેમને આવતીકાલે (બુધવારે) રાયગઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરવાના છે.

ધરપકડ બાદ સામે આવી રાણેની પ્રથમ પ્રતિક્રિયા

નારાયણ રાણેની ધરપકડ બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રાણેએ પોતાની ધરપકડની આખી કહાની સંભળાવી હતી. નારાયણ રાણેએ કહ્યું કે જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની સાથે શું થયું.

તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પણ નિવેદન આપ્યું હતું. તેમણે ઉદ્ધવ ઠાકરે વિશે કહ્યું, “ઉદ્ધવ ઠાકરેને જે કરવું હોય તે કરવા દો. હું જે કરવા માંગુ છું તે કરીશ.” ઉદ્ધવ ઠાકરેનો વધુ ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેઓ કાયમ માટે મુખ્યમંત્રી રહેવાના નથી. જો તેઓ આ રીતે કાયદાનો દુરુપયોગ કરવાનું ચાલુ રાખે તો અમે પણ રાજકારણમાં છીએ. અમારો સમય પણ આવશે. ”

તેમની ધરપકડ વખતે શું થયું, રાણેએ જણાવ્યું

નારાયણ રાણેએ જણાવ્યું કે તેમની ધરપકડ વખતે શું થયું. રાણેએ કહ્યું, “હું ગોલવલી નજીક ગોલવલકર ગુરુજી સ્મારક સંસ્થામાં બેઠો હતો અને 3.15 વાગ્યે ભોજન કરી રહ્યો હતો. ત્યારે અચાનક ડીસીપી ત્યાં આવ્યા. તેઓએ મને કહ્યું કે તેઓ મારી ધરપકડ કરવા આવ્યા છે. મેં તેને નોટિસ બતાવવા કહ્યું. તેને કોઈ નોટિસ ન હતી.

તેઓએ બળજબરીથી પુર્વક મારી ધરપકડ કરી અને તેઓ મને સંગમેશ્વર પોલીસ સ્ટેશન લઈ આવ્યા. આ પછી તે એક રૂમમાં ગયા અને બે કલાક સુધી બહાર આવ્યા નહીં. મેં તેમના ઇરાદા ઠીક ન હતા લાગી રહ્યા. બાદમાં કેટલાક વધુ અધિકારીઓ આવ્યા અને તેઓ મને કોંકણના મહાડમાં લઈ જવા લાગ્યા.

આ પણ વાંચો : નારાયણ રાણેની ધરપકડથી CM ઉદ્ધવ ઠાકરેએ પોતાના પગ પર મારી કુહાડી, આ ઘટના બાદ યોગી આદિત્યનાથને ચપ્પલથી મારવાનું નિવેદન ફરી ચર્ચામાં

આ  પણ વાંચો : નારાયણ રાણેને ભાજપનું ખુલ્લું સમર્થન, ન તો અમે ડરીશું અને ન તો અમે દબાશુ – જેપી નડ્ડાએ આપ્યુ નિવેદન

g clip-path="url(#clip0_868_265)">