AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narayan Rane Bail : નારાયણ રાણેને જામીન મળ્યા બાદ ભાજપની મહત્વની જાહેરાત, ‘જન આશિર્વાદ યાત્રા’ ગુરુવારથી થશે શરૂ

સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)પર વિવાદાસ્પદ નિવેદન મામલે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મંગળવારે મોડી રાત્રે મહાડ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારે રાણેના જામીન બાદ ભાજપે ગુરુવારથી ફરી 'જન આશિર્વાદ યાત્રા' શરૂ કરવાની જાહેરાત કરી છે.

Narayan Rane Bail : નારાયણ રાણેને જામીન મળ્યા બાદ ભાજપની મહત્વની જાહેરાત, 'જન આશિર્વાદ યાત્રા' ગુરુવારથી થશે શરૂ
Narayan Rane (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 9:28 AM
Share

Narayan Rane Bail :  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) થપ્પડ મારવા સંબંધિત વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની (Narayan Rane) મંગળવારે રત્નાગીરી પોલીસે ધરપકડ કરી હતી. જો કે, મંગળવારે મોડી રાત્રે તેમને કેટલીક શરતો સાથે મહાડ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારે હાલ રાણેને જામીન મળતા જ ભાજપે મહત્વની જાહેરાત કરી છે. ભાજપે જણાવ્યુ કે, ‘જન આશીર્વાદ યાત્રા’ ગુરુવારથી શરૂ કરવામાં આવશે.

ગુરુવારથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવશે

ભાજપના નેતા પ્રવીણ દારેકરે જણાવ્યું કે, નારાયણ રાણે એક દિવસ આરામ કરશે અને ગુરુવારથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવશે. અગાઉ પોલીસે રાણેની ધરપકડ બાદ તેને રાયગઢ જિલ્લાની (Raigadh District) મહાડ સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટમાંથી રાણેના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,રાણેના વિવાદાસ્પદ નિવેદન સામે પુણે, નાસિક અને મહાડમાં કેસ નોંધાયા છે. જેમાં પુણે અને નાસિક પોલીસે (Nasik police) તેની ધરપકડ માટે વોરંટ જારી કર્યું હતું. જેમાં ધરપકડ ટાળવા માટે રાણેએ રત્નાગિરિ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી.

મહાડ કોર્ટે જામીનમાં કડક શરતો મૂકી છે

મહાડ કોર્ટે રાણેને શરતી જામીન આપ્યા છે,પરંતુ તે માટે કેટલીક કડક શરતો પણ મૂકી છે,તમને જણાવી દઈએ કે,15,000 રૂપિયાના અંગત બોન્ડ પર આ જામીન આપવામાં આવ્યા છે. જામીન આપતી વખતે મહાડ કોર્ટે (Mahad Court) જણાવ્યુ હતુ કે, આ મામલે તપાસ માટે નારાયણ રાણેના વોઈસ સેમ્પલ લેવામાં આવશે. અને જેના માટે રાણેને 7 દિવસ અગાઉ નોટિસ પણ આપવામાં આવશે.ઉપરાંત નારાયણ રાણેએ રાયગઢ ક્રાઈમ બ્રાંચમાં(Crime Branch)  બે દિવસ (30 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બર) હાજર રહેવું પડશે.જામીન મળ્યા બાદ નારાયણ રાણે મુંબઈથી જુહુ સ્થિત તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા.

રાણે સામે 49 ફરિયાદ દાખલ

આપને જણાવવું રહ્યુ કે, રાણેએ મહારાષ્ટ્રમાં જન આશિર્વાદ યાત્રા શરૂ કરી ત્યાર થી અત્યાર સુધીમાં તેમની સામે 49 FIR નોંધવામાં આવી છે. જો કે, આમાંના મોટાભાગના કેસો કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ નોંધવામાં આવ્યા છે.શિવ સૈનિકોએ મંગળવારે મહારાષ્ટ્રના 17 શહેરોમાં તેમની વિરુદ્ધ પ્રદર્શન કર્યું. ઉપરાંત નાસિકમાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Narayan Rane Bail: કેન્દ્રીય પ્રધાન રાણેને પોલીસ સ્ટેશને પૂરાવી પડશે હાજરી, જાણો જામીનની શરતો

આ પણ વાંચો: Maharashtra : મોટા સમાચાર ! નારાયણ રાણેને મળ્યા જામીન, રત્નાગિરિ પોલીસ દ્વારા ધરપકડ , મહાડ કોર્ટ દ્વારા છુટકારો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">