Maharashtra : મોટા સમાચાર ! નારાયણ રાણેને મળ્યા જામીન, રત્નાગિરિ પોલીસ દ્વારા ધરપકડ , મહાડ કોર્ટ દ્વારા છુટકારો
મહાડ પોલીસ સંગ્રામેશ્વર પોલીસ સ્ટેશનથી રાણેને મહાડમાં એમઆઈડીસી પોલીસ સ્ટેશન લાવી હતી.અહીંથી નારાયણ રાણેને રાતે જ મહાડ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. 11.15 વાગ્યા સુધી સુનાવણી ચાલી હતી.આ પછી મહાડ કોર્ટે નારાયણ રાણેના જામીન મંજૂર કર્યા હતા.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના (Union Minister Narayan Rane) જામીન મંજૂર કરવામાં આવ્યા છે. નારાયણ રાણેને મહાડ કોર્ટે જામીન આપ્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) ‘કાન નીચે થપ્પડ મારવા’ના નિવેદનના કેસમાં ધરપકડ કરાયેલા નારાયણ રાણેને મોટી રાહત મળી છે.
રાણેના નિવેદનને કારણે વિવાદ વધ્યો અંતે મંગળવારે સાંજે તેની ધરપકડ કરવામાં આવી. ધરપકડ બાદ નારાયણ રાણેને સંગમેશ્વર પોલીસ સ્ટેશનથી મહાડના એમઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ પછી, તેને કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. નારાયણ રાણેના જામીન પર સુનાવણી મહાડ જસ્ટિસ મેજિસ્ટ્રેટની (Judicial Magistrate) સામે રાત્રે 9.50 વાગ્યે શરૂ થઈ. નારાયણ રાણેને મહાડ કોર્ટે જામીન આપ્યા.
અગાઉ ચર્ચા દરમિયાન સરકારી વકીલે નારાયણ રાણેના નિવેદનને ખૂબ જ ગંભીર ગણાવ્યું હતું અને 7 દિવસની પોલીસ કસ્ટડીની માંગને પુનરાવર્તિત કરી હતી. સરકારી વકીલે કહ્યું કે રાણેના નિવેદનમાં મુખ્યમંત્રીની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે રાણેના વકીલે જણાવ્યું હતું કે રાણેના નિવેદન બાદ ઘણા નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન થયું છે.
રાણેની ધરપકડ કરતા પહેલા કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. એટલું જ નહીં, જે કલમો હેઠળ નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી છે. તે પણ ખોટું છે અને રાજકીય હેતુઓથી પ્રેરિત છે. રાણેના વકીલે જણાવ્યું હતું કે રાણેએ જે પણ નિવેદન આપ્યું તે જાહેર સ્થળે આપવામાં આવ્યું હતું અને સામાન્ય ભાષામાં આવા વાક્યો વારંવાર કહેવામાં આવે છે. આવા કિસ્સામાં કસ્ટડીની શું જરૂર છે? રાણેના સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કરતા રાણેના વકીલે જામીન આપવાની અપીલ પણ કરી હતી. કોર્ટે રાણેના વકીલની દલીલો સ્વીકારી અને નારાયણ રાણેને જામીન આપ્યા.
નારાયણ રાણેને જામીન મળ્યા
નારાયણ રાણે વિરુદ્ધ IPC ની કલમ 153 અને 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. નાશિક પોલીસ કમિશ્નરના આદેશ પર આ ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ નાસિક પોલીસ અને પુણે પોલીસ બંનેની પહેલ પર થઈ હતી. રાણે સામે ઘણી જગ્યાએ કેસ નોંધાયા હતા. તેમની મંગળવારે સાંજે રત્નાગિરી પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ સંગમેશ્વર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીં મહાડ પોલીસ નારાયણ રાણેને સાથે લઈને મહાડ જવા રવાના થઈ. મહાડ પોલીસે તેને મહાડ કોર્ટમાં રજૂ કર્યા હતા. અહીં નારાયણ રાણેની જામીન અરજી સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટે રાણેની જામીન સ્વીકારી હતી.
આમ નાસિક પોલીસ કમિશ્નરે ધરપકડનો આદેશ આપ્યો. નારાયણ રાણેની ધરપકડ કરવા માટે રત્નાગીરી પોલીસને આગ્રહ કર્યો હતો. ત્યારબાદ નારાયણ રાણેની રત્નાગીરી પોલીસે ધરપકડ કરી હતી. મહાડ પોલીસ સંગ્રામેશ્વર પોલીસ સ્ટેશનથી રાણેને મહાડમાં એમઆઈડીસી પોલીસ સ્ટેશન લાવી હતી.અહીંથી નારાયણ રાણેને રાતે જ મહાડ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. 11.15 વાગ્યા સુધી સુનાવણી ચાલી હતી.આ પછી મહાડ કોર્ટે નારાયણ રાણેના જામીન મંજૂર કર્યા હતા.
સમગ્ર સુનાવણી દરમિયાન રાણેના બે પુત્રો, પત્ની અને ભાજપના નેતા પ્રસાદ લાડ હાજર રહ્યા હતા.
રાણેના બે પુત્રો નિલેશ રાણે અને નિતેશ રાણે સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર હતા. બાદમાં નારાયણ રાણેની પત્ની નીલમ રાણે પણ મહાડ કોર્ટ પહોંચી હતી. એટલે કે, સમગ્ર સુનાવણી દરમિયાન નારાયણ રાણેનો આખો પરિવાર કોર્ટમાં હાજર રહ્યો. અગાઉ, જ્યારે મહાડ પોલીસ નારાયણ રાણે સાથે મહાડ કોર્ટમાં પહોંચી ત્યારે નારાયણ રાણે સાથે ભાજપના નેતા પ્રસાદ લાડ પણ હાજર હતા.
આ પણ વાંચો : Maharashtra: નારાયણ રાણેને ધરપકડ બાદ મહાડ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા, કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા