Women’s Day: મુંબઈના મહિલા પોલીસકર્મીઓને મોટી ભેટ, ફરજ ડ્યૂટીના સમયમાં કરાયો ઘટાડો

મુંબઈ પોલીસ અધિકારી દ્વારા જાહેર કરાયેલા આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે, વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરોએ મહિલા કર્મચારીઓ સાથે ડ્યૂટીના સમય વિશે ચર્ચા કરવાની રહેશે અને વિકલ્પો અનુસાર તેમને ડ્યૂટી સોંપવામાં આવશે.

Women’s Day:  મુંબઈના મહિલા પોલીસકર્મીઓને મોટી ભેટ, ફરજ ડ્યૂટીના સમયમાં કરાયો ઘટાડો
Mumbai women police (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 7:20 AM

Women’s Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મુંબઈ પોલીસ (Mumbai Police)મહિલા કર્મચારીઓને એક ખાસ ભેટ આપવા જઈ રહી છે. મંગળવારથી મહિલા પોલીસકર્મીઓ (Women Police) 12 કલાકને બદલે માત્ર આઠ કલાક ડ્યુટી કરશે. પોલીસ કમિશનર સંજય પાંડે (Sanjay Pandey) દ્વારા આ સંદર્ભે આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ આદેશ મહિલા કર્મચારીઓને ઘર અને કામ વચ્ચે વધુ સારું સંતુલન જાળવવામાં મદદ કરવાના હેતુથી જાહેર કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ નિયમ આગામી આદેશ સુધી મુંબઈમાં લાગુ રહેશે.

પોલીસ કમિશનર સંજય પાંડેની અનોખી પહેલ

અહેવાલો અનુસાર, સંજય પાંડેએ જ આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈના (Mumbai) કાર્યકારી DGP તરીકે આઠ કલાકની ડ્યુટીની પહેલ શરૂ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતુ કે, CPના આદેશ અનુસાર મહિલા કર્મચારીઓ માટે બે વિકલ્પ છે. પ્રથમ વિકલ્પમાં, તેઓએ ત્રણ શિફ્ટમાં કામ કરવું પડશે. પ્રથમ પાળી સવારે આઠ વાગ્યાથી દિવસના ત્રણ વાગ્યા સુધી ચાલશે. જ્યારે ઈવનિંગ શિફ્ટમાં દિવસના 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીની છે અને ત્રીજી શિફ્ટ રાત્રે 10 વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીની છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

મહિલા પોલીસકર્મીઓને ભેટ

બીજા વિકલ્પમાં, શિફ્ટનો સમય સવારે 7 વાગ્યાથી 3 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીનો છે. પોલીસ અધિકારી દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરોએ (Police Officers) મહિલા કર્મચારીઓ સાથે ડ્યુટીના સમય અંગે ચર્ચા કરવાની રહેશે અને બંને વિકલ્પો અનુસાર તેને ડ્યુટી સોંપવાની રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો પહેલના અમલીકરણ અંગે કોઈ સમસ્યા ઊભી થાય તો પોલીસ અધિકારી DCP નો સંપર્ક કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે, મહિલા દિન નિમિત્તે મહિલા પોલીસકર્મીઓને ખાસ ભેટ આપતાં તેમની ફરજનો સમય ઘટાડવામાં આવ્યો છે. તેમને હવે 12 કલાકની જગ્યાએ 8 કલાકની શિફ્ટ કરવાની રહેશે. આ આદેશ મંગળવારથી લાગુ થશે. જો કે, આ નિયમ આગામી આદેશો શહેરમાં ચાલુ રહેશે. આ માહિતી મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો : OBC Reservation: મહારાષ્ટ્રમાં OBC અનામત માટે ‘મધ્યપ્રદેશ પેટર્ન’, આજે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે મહત્વની બેઠક

g clip-path="url(#clip0_868_265)">