ઈ-રિક્ષા ચાલકો માટે ખુશખબર, આ શહેરોમાં ઈંધણ માટે પ્રતિ કિલોમીટર ખર્ચ થશે માત્ર 1 રૂપિયો
પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે ઈ-વાહનોનો ક્રેઝ વધારવા માટે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પ્રયાસ કરી રહી છે. સરકારે ઈલેક્ટ્રિક વાહનો માટે નવી નીતિઓ અને યોજનાઓ હાલ શરૂ કરી છે.
Maharashtra: મુંબઈ અને થાણેમાં ઈલેક્ટ્રિક વાહનો માટે (E Vehicle) પ્રતિ કિલોમીટર માત્ર 1 રૂપિયાનો જ ખર્ચ થશે. જ્યારે પેટ્રોલ (Petrol Vehicle) વાહનો માટે આ ખર્ચ દસ રૂપિયા છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray) રવિવારે પ્રદૂષણ રોકવા અને સ્વચ્છ પર્યાવરણ માટે મહત્વની જાહેરાત કરી હતી.
તેમણે જાહેરાત કરી હતી કે હવેથી તમામ સરકારી વાહનો ઈલેક્ટ્રિક એન્જિન (Electric Engine) પર ચલાવવામાં આવે. તમને જણાવવુ રહ્યું કે આ યોજના એપ્રિલ 2022થી લાગુ થવાની હતી, પરંતુ હવે તેને 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી છે. આ બદલાયેલી પરિસ્થિતિ માત્ર પર્યાવરણને અનુકૂળ નથી, પરંતુ તે આર્થિક રીતે પણ પરવડે તેમ છે. આવી સ્થિતિમાં ઈલેક્ટ્રિક રિક્ષા (L5M) આગળ જતા રિક્ષા ચાલકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.
ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવાના પ્રયાસો
પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે ઈ-વાહનોનો ક્રેઝ વધારવા માટે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પ્રયાસ કરી રહી છે. સરકારે ઈલેક્ટ્રિક વાહનો માટે નવી નીતિઓ અને યોજનાઓ શરૂ કરી છે. આ પૈકી રોડ ટેક્સ, રજિસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે માફ કરવાની યોજના બનાવવામાં આવી છે.
આ સાથે ઈલેક્ટ્રિક વાહનો લેનારાઓને 30 હજારની સબસિડી આપવાની યોજના છે. પેટ્રોલ અને ડીઝલ પર ચાલતી ઓટો-રિક્ષાઓ સીએનજી પર ફેરવવામાં આવી હતી. હવે સરકાર ઈચ્છે છે કે આ વાહનોને ઈલેક્ટ્રિક વાહનોમાં પરિવર્તિત કરવામાં આવે. જો આમ થશે તો મહારાષ્ટ્રના મુંબઈ, પૂણે, નાસિક, નાગપુર, ઔરંગાબાદ જેવા મહાનગરોમાં પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે
છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલ વાહનોના કારણે પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય સ્તરે પણ ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઈલેક્ટ્રિક વાહનોનું માર્કેટ પણ તેજ ગતિએ વધી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઈલેક્ટ્રિક વાહનોને લઈને સતત મોટી જાહેરાતો કરી રહ્યા છે.
આ પણ વાંચો : Maharashtra: મુંબઈના ઘાટકોપરમાં એક ગોડાઉનમાં લાગી આગ, ફાયરવિભાગની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી