Mumbai Schools Reopening: બાળકોને શાળાએ આવવા મજબુર ન કરી શકાય, વાલીઓની સંમતિ જરૂરી

|

Jan 25, 2022 | 10:34 AM

Mumbai Schools reopening:મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું છે કે, જે બાળકોના માતા-પિતા પરવાનગી આપશે તે બાળકો શાળાએ જશે. જેમના માતા-પિતા પરવાનગી નહીં આપે તેઓ શાળામાં નહીં આવે.

Mumbai Schools Reopening: બાળકોને શાળાએ આવવા મજબુર ન કરી શકાય, વાલીઓની સંમતિ જરૂરી
File Image

Follow us on

Mumbai Schools reopen: મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે 24 જાન્યુઆરીથી શાળાઓ ફરી ખોલવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે. તે જ સમયે, મુંબઈમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. શાળાઓ ખુલ્યા બાદ વાલીઓ તેમના બાળકો માટે ચિંતિત છે. કોરોનાના ડરને કારણે વાલીઓ તેમના બાળકોને શાળાએ મોકલવા માંગતા નથી. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું છે કે જે બાળકોના માતા-પિતા પરવાનગી આપશે તે બાળકો શાળાએ જશે. જેમના માતા-પિતા પરવાનગી નહીં આપે, તેઓ શાળાએ નહીં આવે. એટલે કે વાલી (Parent Permission)ઓ ઈચ્છે તો જ બાળકો શાળાએ આવી શકે છે.

આ ઉપરાંત મેયરે કહ્યું કે મુંબઈમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે, શાળાઓના સંચાલન માટે જૂના નિયમો જ લાગુ છે. બેન્ચ વચ્ચે 2 ફૂટનું અંતર રહેશે. શાળા મેનેજમેન્ટ વર્ગોમાં બાળકોની સંખ્યા નક્કી કરશે. મહારાષ્ટ્રના શાળા શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં કોરોના વાઈરસ (Coronavirus)ના કેસ ઓછા છે ત્યાં ધોરણ 1થી 12 માટે 24 જાન્યુઆરી, 2022થી ફિઝિકલ વર્ગો શરૂ કરી શકાય છે. અમે રાજ્યમાં સંપૂર્ણ સુરક્ષા સાથે શાળાઓને ફરીથી ખોલવા માટે પ્રતિબદ્ધ છીએ.

મહારાષ્ટ્રમાં શાળાઓ ખુલ્યા બાદ દિલ્હીમાં પણ શાળાઓ ખોલવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જો કે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરવાની તારીખ લંબાવવામાં આવી રહી છે. ઉત્તરાખંડ, યુપીમાં 31 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

આ પછી પણ તારીખો વધારી શકાય છે. તે કોરોનાના કેસ પર પણ આધાર રાખે છે. આ સાથે જ શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓ પણ યોજાવાની છે. રાજ્ય બોર્ડ દ્વારા પરીક્ષાઓની તારીખો પણ જાહેર કરવામાં આવી રહી છે. બિહાર, એમપી, મહારાષ્ટ્ર સહિત અનેક બોર્ડે પરીક્ષાની તારીખો જાહેર કરી છે.

 

આ પણ વાંચો: Maharashtra Corona : મહારાષ્ટ્રમાં ઓછો થયો કોરોનાનો કહેર, નવા 28286 કેસ નોંધાયા, શું મુંબઈમાં કોરોનાના વળતા પાણી ?

આ પણ વાંચો: Maharashtra: કોરોનાની રોકેટ ગતિ, અત્યાર સુધીમાં 89 ટકા કોરોના દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત, સર્વેમાં થયો ખુલાસો

 

Next Article