AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર

MONSOON 2021: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 253.3 મીમી વરસાદ થયો છે. છેલ્લા 12 વર્ષમાં ત્રીજી વખત, જુલાઇમાં એક જ દિવસમાં આટલો વરસાદ પડ્યો છે.

Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર
મુંબઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 10:42 AM
Share

Mumbai: મુશળધાર વરસાદને કારણે મહાનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે પણ દિવસભર મુશળધાર વરસાદની વરસવાની આગાહી કરી છે. સાથોસાથ દરિયામાં ભરતીની ચેતવણી પણ ઉચ્ચારી છે.

મુંબઈમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે લોકલ ટ્રેન સેવાઓને પણ અસર પહોંચી છે. હાર્બર રૂટ પર અનેક સ્ટેશનો પર પાણીનો ભરાવો થઈ ગયો છે. એટલું જ નહીં, વરસાદને કારણે ભરાયેલા પાણીમાં કાર તણાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. મુંબઇના બોરીવલી લઈ જવામાં આવી રહેલ એક કારનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈમાં હજી પણ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે હિંદમાતા, સાયન, કિંગ સર્કલ, કુર્લા જેવા ઘણા નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ વરસાદી પાણીમા ડૂબી ગયા છે. વાહનવ્યવહારને ભારે અસર થવા પામી છે. હિંદમાતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થવાને કારણે બીએમસી (BMC)ની ટીમો પંપ દ્વારા વરસાદી પાણી ઉલેચી રહી છે.

કાંદિવલી પૂર્વમાં હનુમાન નગર વિસ્તારમાં ઘણા મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. રવિવારે સવારે ભારે વરસાદને કારણે બોરીવલીના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત ભારે વરસાદને કારણે, મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા, 15 લોકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. તો હજુ પણ કાટમાળમાં અનેક દટાયા હોવાની વિગતો સામે આવી છે. મકાન ધરાશાયી થવાને કારણે, લગભગ 4-5 ઘરોને પણ નુકસાન પહોંચ્યું હતું અને 16 લોકોને બચાવવામાં આવ્યા હતા.

વરસાદના કારણે કલ્યાણ, ભંડુપ વિસ્‍તારોમાં પણ ભારે વરસાદની અસર થઈ છે. થાણે અને રાયગઠમાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઈમાં વાદળો ઘેરાયા છે. મધ્ય મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે. દરમિયાન હવામાન વિભાગે રવિવારે મુંબઇ અને આજુબાજુના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસવાની આગાહી કરી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 253.3 મીમી વરસાદ થયો છે. છેલ્લા 12 વર્ષમાં ત્રીજી વખત, જુલાઇમાં એક જ દિવસમાં આટલો વરસાદ પડ્યો છે. આઇએમડીના આંકડા મુજબ, અગાઉ મુંબઈમાં 15 જુલાઈ, 2009 ના રોજ 274.1 મીમી અને 2 જુલાઈ, 2019 ના રોજ 376.2 મીમી વરસાદ થયો હતો.

g clip-path="url(#clip0_868_265)">