Mumbai Rain : મુંબઈમાં થયેલી દુર્ઘટનામાં 24 લોકોનાં મોત, રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત

|

Jul 18, 2021 | 4:22 PM

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં દુર્ઘટના સામે આવી હતી.જેમાં ચેમ્બુર,વિક્રોલી અને ભાંડુપમાં થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોનાં મોત થયા છે.

Mumbai Rain : મુંબઈમાં થયેલી દુર્ઘટનામાં 24 લોકોનાં મોત, રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત
Cabinet Minister Aaditya Thackeray reaches Chembur Spot

Follow us on

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે મુંબઈના ચેમ્બુર,(Chambur)વિક્રોલી (Vikroli) અને ભાંડુપમાં(Bhandup) થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોનાં મુત્યુ થયા છે. જ્યારે કાટમાળમાં દબાયેલા લોકોને રેસક્યું કરવાની કામગિરી હજુ શરૂ છે.

ચેમ્બુરમાં દિવાલ ધરાશાયી થતા 18 લોકોનાં મોત થયા છે.જ્યારે વિક્રોલીમાં મકાન ધરાશાયી થતા પાંચ લોકોના મુત્યુ થયા છે.અને ભાંડુપ વિસ્તારમાં પણ દુર્ઘટનામાં 16 વર્ષના કિશોરનું મોત થયું છે.મહત્વનું છે કે, અત્યાર સુધીમાં આસમાની આફતને પગલે 24 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મુંબઈમાં થયેલી દુર્ઘટનાને પગલે PM (Prime minister) મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી (Prime minister national relief Fund)મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની આર્થિક સહાય જાહેર કરી હતી. ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત

મહારાષ્ટ્રનાં CM ઉદ્વવ ઠાકરેએ મુંબઈમાં ચેમ્બુર,વિક્રોલી અને ભાંડુપમાં થયેલી દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને મફતમાં ઈલાજ કરવાની જાહેરાત કરી હતી.બીજી તરફ NDRF(National Disaster Response Force) દ્વારા પણ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,ચેમ્બુર વિસ્તારમાં BARC(Bhabha Atomic Research Centre )ની દિવાલ ધરાશાયી થતી દુર્ઘટના થઈ હતી.જેમાં અત્યારસુધીમાં 18 લોકોના કાટમાળમાં દબાઈ જવાને કારણે મોત થયા છે. જ્યારે હજુ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્કયુની કામગિરી શરૂ કરવામાં આવી છે.

પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે ઘટનાસ્થળની લીધી મુલાકાત

મહારાષ્ટ્ર રાજ્યનાં પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે (Aditya Thakery) ચેમ્બુરમાં થયેલી દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.અને રેસ્કયુ (Rescue)કરી રહેલા NDRF અને ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિકો સાથે સંવાદ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 

મહત્વનું છે કે, મુંબઈમાં થયેલી દુર્ઘટનાને પગલે NDRF અને ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગિરી શરૂ કરવામાં આવી છે.હજુ અનેક લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા હાલ વર્તાઈ રહી છે.

 

આ પણ વાંચો: Mumbai Rain: મુબઈમાં થયેલી દુર્ઘટનાને પગલે PM એ દુ:ખ વ્યકત કર્યું , મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત

આ પણ વાંચો: Mumbai Rain Update: માયાનગરીને પાણી પહોંચાડતો વિહાર ડેમ થયો ઓવરફ્લો

Published On - 4:18 pm, Sun, 18 July 21

Next Article