Mumbai Rain: મુંબઈ અને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

|

Jul 20, 2021 | 9:16 AM

મુંબઈ અને કોંકણ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 24 કલાક સુધી આ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Mumbai Rain: મુંબઈ અને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
Mumbai Rain: IMD issues red alert for mumbai,

Follow us on

Mumbai Rain:  ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department )આજે પણ મુંબઈ અને કોંકણ ક્ષેત્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે મુંબઈ અને કોંકણ વિસ્તારોને રેડ એલર્ટ(Red Alert) આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આજે મુંબઇ અને કોંકણના વિસ્તારોમાં ભારે વરસાદની(Rain) સંભાવના વ્યક્ત કરી છે અને ભારે વરસાદને પગલે લોકોને ઘરોમાં રહેવાની અપીલ પણ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે તીવ્ર પવન પણ ફૂંકાશે અને તેમની ગતિ પ્રતિ કલાક 65 કિલોમીટરની હશે.

ઉલ્લેનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈમાં (Mumbai) પડી રહેલા અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ઉપરાંત,મુંબઈના ચેમ્બુર(Chembur) અને ક્રિનોલીમાં (Krinoli) થયેલી દુર્ઘટનામાં 32 લોકોએ જીવ ગુમાવ્યો છેઅને આશરે 70 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સોમવારે મુંબઇમાં થયેલા અનરાધાર વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા જેના કારણે ભારે ટ્રાફિક જામની (Traffic) સ્થિતિ યથાવત્ રહી હતી. ઉપરાંત ભારે વરસાદને લીધે વાહનો નદીના પ્રવાહમાં તણાતા જોવા મળ્યા હતા. રેલવે ટ્રેક અને બસસ્ટેશનમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે.

નવી મુંબઈમાં પૂરની સ્થિતિ

બીજી તરફ, નવી મુંબઈમાં પણ ભારે વરસાદને લીધે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નદીમાં આવેલા પુરને લીધે 120 લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા જેમાંથી 70 થી વધુ લોકોને ફાયરબ્રિગેડની (Fire Brigade) ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. અને હજુ પણ લોકોની બચાવ કામગીરી શરૂ છે.

ભારતનાં ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદની આશંકા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં મુંબઈ ઉપરાંત, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.જ્યારે જમ્મુ કશ્મીર,હિમાચલ પ્રદેશ,મેઘાલય,કેરળ અને ત્રિપુરાના કેટલાક વિસ્તારોમામ વરસાદની આગહી કરવામાં આવી છે. આગાહી મુજબ, તીવ્ર પવન અને વીજળી સાથે મેઘરાજા પધરામણી કરશે.

 આ પણ વાંચો : Parliament Monsoon Session 2021 LIVE: ચોમાસુ સત્રનાં પ્રથમ દિવસે Pegasus પર હંગામો, જાણો આજે કયા મુદ્દાઓ છવાયેલા રહી શકે છે

 આ પણ વાંચો : Kalyan Singh Health Update: ઉતરપ્રદેશના પૂર્વ CM કલ્યાણ સિંહની હાલત નાજુક, મુખ્યમંત્રી યોગી સહિતના નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ

Published On - 9:16 am, Tue, 20 July 21

Next Article