AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Singh Health Update: ઉતરપ્રદેશના પૂર્વ CM કલ્યાણ સિંહની હાલત નાજુક, મુખ્યમંત્રી યોગી સહિતના નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ

ઉતરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની તબિયત નાજુક થતા તેમને વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી છે. હાલ મુખ્યમંત્રી યોગી સહિત નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય પણ પૂર્વ CMvs મળવા હોસ્પિચલ પહોંચ્યા હતા.

Kalyan Singh Health Update: ઉતરપ્રદેશના પૂર્વ CM કલ્યાણ સિંહની હાલત નાજુક, મુખ્યમંત્રી યોગી સહિતના નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ
former cm kalyan singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 8:40 AM
Share

Kalyan Singh Health Update:  પૂર્વ CM કલ્યાણસિંહની હાલત ખૂબ નાજુક છે હાલ તેમને વેન્ટિલેટર પર રાખવાની પરજ પડી છે. કલ્યાણ સિંહને મળવા પહોંચેલા  CM યોગીને કલ્યાણ સિંહે હાથ જોડીને કહ્યું કે, તેણે તેમની ખૂબ સેવા કરી છે.

યુપીના પૂર્વ CM કલ્યાણ સિંહની હાલત ખૂબ જ નાજુક છે. તેમને શ્વાસની તકલીફને લીધે તેઓ લાંબા સમયથી લખનઉની PGI (Post Graduate Institute of Medical Education and Research)હોસ્પિટલમાં દાખલ હતા અને ત્યાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યો હતા. શનિવારે તેની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર રાખવાાં આવ્યા છે.

PGIના ડોકટરનું કહેવું છે કે, “હાલમાં પૂર્વ મુખ્યમંત્રીની હાલત સ્થિર છે અને તેઓ આઈસીયુમાં (ICU)દાખલ છે. જો કે તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તેમના પરિવારજનોને પણ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા છે.”

કલ્યાણસિંહની નાજુક હાલતને પગલે CM યોગી પહોંચ્યા હોસ્પિટલ

ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રીની (Former Chief Minister) તબિયત ખરાબ હોવાના સમાચાર મળતા જ CM યોગી આદિત્યનાથ પણ રવિવારે તેમને મળવા હોસ્પિટલ પહોચ્યા હતા. જ્યારે યોગી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કલ્યાણ સિંહે CM યોગીને હાથ જોડીને કહ્યું કે, તે તેમની ખૂબ સેવા કરે છે. આપને જણાવવું રહ્યું કે, CM યોગી સાથે મંત્રી સુરેશ ખન્ના અને કલ્યાણસિંહના પૌત્ર સંજીવ સિંહ પણ કલ્યાણસિંહને મળવા પહોંચ્યા હતા.

PM નરેન્દ્ર મોદી કલ્યાણસિંહના સ્વાસ્થ્ય પર રાખી રહ્યા છે નજર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કલ્યાણસિંહના (Former CM Kalyansinh)સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. જાણકારી અનુસાર, PM નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) કલ્યાણ સિંહની તબિયત વિશે માહિતી મેળવી રહ્યા છે. ઉપરાંત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા,(J P Nadda) કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, શાહનવાઝ હુસેન, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય (Keshav prashad Maurya) સહિત ઘણા નેતાઓ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા.

મહત્વૂર્ણ છે કે, કલ્યાણસિંહ ઉતરપ્રદેશનાં(Uttar pradesh)  મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે. ઉતરપ્રદેશનાં 16માં મુખ્યમંત્રી (Chief Minister) તરીકે 1991 થી ડિસેમ્બર 1992 સુધી મુખ્યમંત્રી તરીકેનો  કાર્યકાળ સંભાળ્યો હતો.

આ પણ વાંચો: Pegasus Snoop gate: પેગાસસ જાસૂસી કાંડ પર લોકસભામાં IT મંત્રીનો જવાબ, કહ્યુ, ‘રિપોર્ટ ખોટા અને આધારહીન છે.’

આ પણ વાંચો: Corona Update: શું કોરોનાની ત્રીજી લહેર માટે ભીડ હશે જવાબદાર ? જાણો આઈસીએમઆરે શું આપી ચેતવણી

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">