Mumbai Police Band : મુંબઇ પોલીસના જવાનોએ મેરે સપનો કી રાની સોન્ગ કર્યુ રિક્રિએટ, વીડિયો થયો વાયરલ
આ વીડિયો મુંબઈ પોલીસ દ્વારા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ અધિકારીઓ બોલિવૂડ ક્લાસિક મેરે સપનો કી રાનીને રિક્રિએટ કરતા જોઈ શકાય છે.
જો કોઇ રાજ્યની પોલીસ પૉપ કલ્ચર સાથે વધુ સારી રીતે તાલમેલ બેસાડી શક્તી હોય તો તે છે મુંબઇ પોલીસ (Mumbai Police). COVID 19 પ્રોટોકોલ વિશે જાગૃતિ લાવવાથી લઈને નિયમો તોડનારા લોકો વિશે રમૂજી પોસ્ટ્સ કરવા સુધી, મુંબઈ પોલીસ ઇન્ટરનેટને વ્યસ્ત રાખે છે અને તેમની પ્રવૃત્તિઓથી દરેકને પ્રભાવિત કરે છે. તેના કોપ બેન્ડને (Mumbai Police Band) પણ તાજેતરના સમયમાં નેટિઝન્સ તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. હવે તેમણે બોલિવૂડ ક્લાસિક મેરે સપનો કી રાનીને ફરીથી રિક્રિએટ કરતા બેન્ડનો અદભૂત વીડિયો શેર કર્યો છે.
આ વીડિયો મુંબઈ પોલીસ દ્વારા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ અધિકારીઓ બોલિવૂડ ક્લાસિક મેરે સપનો કી રાનીને રિક્રિએટ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં, તે બધા એકબીજા સાથે સુમેળમાં હોય તેવું લાગી રહ્યુ છે અને એક વગાડતી ધૂનને સારી રીતે પ્રેઝન્ટ કરવામાં સફળ રહ્યા. વીડિયો શેર કરતાં મુંબઈ પોલીસે કેપ્શનમાં લખ્યું, ‘એક સદાબહાર પ્રશ્ન અને કિશોર કુમારનું એક આઇકોનિક ગીત – મેરે સપનો કી રાની કબ આયેગી તુ. તેમણે હૈશટેગનો પણ પ્રયોગ કર્યો છે જેમાં તેમણે ખાખી સ્ટુડિયો, મ્યુઝીકલ મંડે અને મુંબઇ પોલીસ બૈન્ડ પણ એડ કર્યુ છે.
View this post on Instagram
જાણકારી માટે, તમને જણાવી દઈએ કે ખાકી સ્ટુડિયો નામના બેન્ડનો વીડિયો રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરના પોપ્યુલર સીન સાથે જોડવામાં આવ્યો છે. 1969 ની ફિલ્મ આરાધનાનો ટ્રેક પ્રખ્યાત એસ.ડી. બર્મન દ્વારા રચવામાં આવ્યો હતો.
4 મિનિટથી વધુ લાંબો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસ અધિકારીઓની પણ પ્રશંસા થઈ રહી છે. વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે, એક યુઝરે લખ્યું, ‘આ એકદમ પરફેક્ટ છે.’ બીજાએ લખ્યું, ‘ભારતમાં શ્રેષ્ઠ પોલીસ. ત્યાં ઘણા વપરાશકર્તાઓ હતા જેમણે વીડિયોને પરફેક્ટ, અદ્ભુત અને સુંદર પણ કહ્યું.
આ પણ વાંચો –
Afghanistan Crisis : અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાને પહેલી વાર ભારતને લઈને કર્યો મોટો દાવો
આ પણ વાંચો –
Rajkot: રાહતના સમાચાર, ઘર, દુકાન અને ઓફિસની બહાર પાર્ક કરેલા વાહન પર ચાર્જ નહીં, જાણો પે એન્ડ પાર્કના ભાવ
આ પણ વાંચો –