Rajkot: રાહતના સમાચાર, ઘર, દુકાન અને ઓફિસની બહાર પાર્ક કરેલા વાહન પર ચાર્જ નહીં, જાણો પે એન્ડ પાર્કના ભાવ
રાજકોટની જનતા માટે સારા સમાચાર આવ્યા છે. મનપાએ ઘર પાસે વાહનો પાર્ક કરવા માટે ચાર્જ ભરવો પડે અને પાર્કિંગ કરવા માટે પરમીટ લેવી પડે તેવી જોગવાઈઓ ફગાવી દીધી છે.
રાજકોટના શહેરીજનો માટે સારા સમચાર આવ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિએ નવા સુધારા સાથે પાર્કિંગ પોલીસીને બહાલી આપી છે. ઘર દુકાન અને ઓફિસ બહાર પાર્ક કરેલા વાહન પર ચાર્જને રદ કર્યો છે. સાથે જ શહેરના મુખ્ય માર્ગો પર ચાલતા પે એન્ડ પાર્કિંગ યથાવત રાખવામાં આવ્યા છે. સાથે જ ટ્રાફિક સેલ પણ હાલમાં કાર્યરત નહીં કરવાનું સ્ટેન્ડિંગ કમિટિએ સૂચન કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટિએ પાર્કિંગ પોલિસીને બહાલી આપી છે.
તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્કિંગ પોલીસીમાં ફેરફાર કરી રાજકોટ વાસીઓને રાહત આપવામાં આવી. ઘર કે દુકાન પાસે પાર્કિંગ ચાર્જ વસુલવાની દરખાસ્તને પણ રદ કરવામાં આવતા રાજકોટના લોકો માટે રાહતના સમાચાર છે. કમિટી બેઠકમાં 40 જેટલી દરખાસ મુકવામાં આવી હતી. જેમાં 15.25 કરોડના કામોને બહાલી આપવામાં આવી છે. ત્યારે પે એન પાર્કમાં પણ 3 કલાકના ગાળામાં ચાર્જ વસુલવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.
પે એન્ડ પાર્કનો કેટલો રહેશે ચાર્જ
3 કલાક સુધી – 5 રૂપિયા
3 થી 6 કલાક – 10 રૂપિયા
6 કલાકથી વધુ – 20 રૂપિયા
આ પણ વાંચો: માનવતાની મિસાલ: 5 શીખોએ પોતાની પાઘડીનો ઉપયોગ કરીને પાણીના ધોધમાં ફસાયેલા યાત્રીને બચાવ્યો, જુઓ વીડિયો