મુંબઇ પોલીસે જેમ્સ બોન્ડની થીમ પર આપ્યુ ગજબ પરફોર્મન્સ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર મુંબઇ પોલીસનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 'નો ટાઇમ ટૂ ડાઇ' ની રાહ જોઇ રહેલા દર્શકો અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે

મુંબઇ પોલીસે જેમ્સ બોન્ડની થીમ પર આપ્યુ ગજબ પરફોર્મન્સ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
Mumbai police band rendition of the iconic james bond theme

સોશિયલ મીડિયાની (Social Media) દુનિયામાં જે કુલ છાપ મુંબઇ પોલીસની (Mumbai Police) છે તેની બરાબરી કરવી કોઇના પણ માટે મુશ્કેલ છે અને તેનું કારણ છે તેમની મજેદાર પોસ્ટ્સ, મુંબઇ પોલીસની સોશિયલ મીડિયા પોસ્ટ (Mumbai Police Social Media Posts) એટલી ક્રિએટીવ હોય છે કે તે દેશભરના લોકોનું ધ્યાન તરત જ પોતાની તરફ ખેંચી લે છે.

જો તમે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો છે તો તમે મુંબઇ પોલીસ દ્વારા કરેલી ક્રિએટીવ પોસ્ટને ક્યારે ને ક્યારે તો જોઇ જ હશે. તેમની પોસ્ટ એટલી મજેદાર હોય છે કે તેને જોનાર વ્યક્તિના ચહેરા પર સ્મિત આવી જ જાય છે. હવે મુંબઇ પોલીસે પોતાનો નવો ટેલેન્ટ બતાવ્યો છે જેને જોઇને દરેક વ્યક્તિ તેમના વખાણ કરવા મજબૂર બન્યા છે.

આ વખતે મુંબઇ પોલીસના બૈંડ ગૃપે (Mumbai Police Band Group) સિંગર મોન્ટી નૉર્મના જેમ્સ બોન્ડ થીમને રિક્રિએટ કરીને લોકોનું દીલ જીતી લીધુ છે. તેની સાથે જ મુંબઇ પોલીસના જવાનોએ અભિનેતા ડેનિયલ ક્રેગની આવનાર ફિલ્મ ‘નો ટાઇમ ટૂ ડાઇ’ (No Time to Die) ના ગીત સાથે તેમાં એક ટ્વીસ્ટ પણ જોડ્યુ છે. મોન્ટી નૉર્મનની જેમ્સ બોન્ડ થીમ પર ટ્રેકને રિક્રિએટ વીડિયોને મુંબઇ પોલીસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. લોકો આ વીડિયોને ખૂબ શેયર કરી રહ્યા છે.

તો તમે પહેલા જુઓ આ વીડિયો.

સોશિયલ મીડિયા પર ઝડપથી પોપ્યુલર થઇ રહેલા આ વીડિયોમાં બધા પોલીસકર્મીઓ શાનદાર અંદાજમાં જેમ્સ બોન્ડના થીમ ટ્રેકને રિક્રિએટ કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ વીડિયોમાં જેમ્સ બોન્ડ સિરીઝની આગામી ફિલ્મ ‘નો ટાઇમ ટૂ ડાઇ’ ના એક એક્શન સીનને પણ બતાવવામાં આવ્યો છે. આજ કારણ છે કે સોશિયલ મીડિયા પર મુંબઇ પોલીસનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. નો ટાઇમ ટૂ ડાઇ ની રાહ જોઇ રહેલા દર્શકો અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે સાથે જ લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ વીડિયોને ઇન્ટરનેટની દુનિયામાં શેયર કરતા મુંબઇ પોલીસે એક પોસ્ટ પણ લખી છે. પોલીસે આ પોસ્ટમાં લખ્યુ કે, ખાખી સ્ટુડિયો, મુંબઇ પોલીસ બેન્ડ તમારા માટે પ્રસ્તુત છે. ખાખી સ્ટુડિયો જેમ્સ બોન્ડના થીમ ટ્રેક ગાયક મોન્ટી નૉર્મનને શ્રદ્ધાંજલી આપે છે. આ થીમને હેડ કોન્સ્ટેબલ ઝમીર શેખે બનાવ્યુ છે. ‘મોન્ટી નૉર્મને પહેલી વાર આ થીમ જેમ્સ બોન્ડની ફિલ્મ ‘Dr. No’ માટે બનાવી હતી’ આ ફિલ્મ વર્ષ 1962 માં આવી હતી.

આ પણ વાંચો –

IND vs ENG: લિડ્સમાં હેડિંગ્લે ટેસ્ટ દરમ્યાન આજે કેવો રહેશે મોસમનો મિજાજ, વરસાદ વિઘ્ન સર્જશે કે કેમ ? જાણો

આ પણ વાંચો –

હવે તમારા ટોલ ટેક્સનો હિસાબ રાખશે Google Maps, રસ્તામાં આવનાર તમામ ટોલ પ્લાઝા અને ખર્ચ વિશે કરશે માહિતગાર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati