ભાજપના ધારાસભ્યે કોર્ટમાં દાખલ કરી પીઆઈએલ, કોર્ટે આ કારણ આપીને લગાવી ફટકાર

ગિરીશ મહાજનનું કહેવું છે કે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી સંબંધિત નિયમોમાં ફેરફાર કરીને લોકશાહીનું ગળું દબાવી રહી છે. તેના પર કોર્ટે કહ્યું કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી જે 12 એમએલસીના નોમિનેશનમાં વિલંબ કરી રહ્યા છે શું તે લોકશાહીનું ગળું દબાવવાનું કૃત્ય નથી ?

ભાજપના ધારાસભ્યે કોર્ટમાં દાખલ કરી પીઆઈએલ, કોર્ટે આ કારણ આપીને લગાવી ફટકાર
Bombay high court.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 4:58 PM

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ (Maharashtra Assembly Speaker) અને ઉપસભાપતિની ચૂંટણીની પ્રક્રિયાને પીઆઈએલ દ્વારા પડકારવામાં આવી હતી. પીઆઈએલ દાખલ કરનાર ભાજપના ધારાસભ્ય ગિરીશ મહાજનને બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ફટકાર લગાવી છે. હાઈકોર્ટે ગિરીશ મહાજનની અરજી ફગાવી દીધી છે. આ સાથે જ જમા કરાયેલા 10 લાખ રૂપિયા પણ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જનક વ્યાસ નામના વ્યક્તિ સાથે ગિરીશ મહાજન દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે તેની અરજી પણ ફગાવી દીધી છે અને તેની બે લાખ રૂપિયાની જમા રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

અરજીકર્તા ગિરીશ મહાજનનું કહેવું છે કે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી સંબંધિત નિયમોમાં ફેરફાર કરીને લોકશાહીનું ગળું દબાવી રહી છે. તેના પર કોર્ટે કહ્યું કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)  જે 12 એમએલસીના નોમિનેશનમાં વિલંબ કરી રહ્યા છે શું તે લોકશાહીનું ગળું દબાવવાનું કૃત્ય નથી ?

હાઈકોર્ટે કહ્યું કે મહારાષ્ટ્રની કમનસીબી છે કે રાજ્યના બે બંધારણીય પદો એટલે કે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે તાલમેલનો અભાવ છે. જેના કારણે રાજ્યને નુકસાન થઈ રહ્યું છે. કોર્ટે કહ્યું, ‘વિધાન પરિષદના 12 સભ્યોના નામાંકનનું કામ પૂર્ણ કરવાનો આદેશ આપ્યાને 8 મહિના થઈ ગયા છે, પરંતુ આદેશનું સન્માન કરવામાં આવ્યું નથી.’ હાઈકોર્ટે રાજ્યપાલનું સીધું નામ લીધા વિના આ ટિપ્પણી કરી હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

‘જનતાના કામો પર ધ્યાન આપો, તુચ્છ બાબતોમાં કોર્ટનો સમય ન બગાડો’

કોર્ટે કહ્યું, ‘શું વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી સાથે જનતાનો કોઈ સીધો સંબંધ છે? અહીં બેઠેલા કેટલા લોકો લોકસભાના અધ્યક્ષનું નામ જાણે છે ? વિધાનસભાના સ્પીકર કોણ હશે, તેનાથી જનતાના હિતને કેવી રીતે નુકસાન થશે કે ફાયદો થશે તેવા સવાલો હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય સામે કર્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું કે આવી અરજી દાખલ કરીને કોર્ટનો સમય ન બગાડો.

કોર્ટે કહ્યું કે જ્યારે વ્યક્તિગત સ્વતંત્રતા જોખમમાં આવી રહી હોય ત્યારે કોર્ટ હસ્તક્ષેપ કરી શકે છે. અથવા તો લોકોના જીવ જવાનો ભય હોય. પરંતુ તમારી રાજકીય લડાઈમાં કોર્ટને ખેંચવી યોગ્ય નથી. કોર્ટે ગિરીશ મહાજનને આ શબ્દોમાં સખત ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો : Maharashtra :કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જનહિત માટે પોતાની જ સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો

g clip-path="url(#clip0_868_265)">