કંગના રનૌતને હાઈકોર્ટમાંથી રાહત નહી, 22 ડિસેમ્બર પહેલા મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા આદેશ

|

Dec 13, 2021 | 3:07 PM

લોકોએ કહ્યું કે કંગના નફરતની ફેક્ટરી બની ગઈ છે. અમે ઇન્સ્ટાગ્રામ પર આવી નફરતભરી પોસ્ટ કરવા માટે સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ, કંગનાની સુરક્ષા અને પદ્મશ્રીને તાત્કાલિક પરત ખેંચવામાં આવે.

કંગના રનૌતને હાઈકોર્ટમાંથી રાહત નહી, 22 ડિસેમ્બર પહેલા મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા આદેશ
Kangana Ranaut (File Image)

Follow us on

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) વિરૂદ્ધ દાખલ કરાયેલ એફઆઈઆર (FIR) રદ કરવા કરાયેલ અરજીની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) કંગનાને 22 ડિસેમ્બર પહેલા મુંબઈ પોલીસ (Mumbai Police) સમક્ષ હાજર થવાનું કહ્યું છે. વાસ્તવમાં, અભિનેત્રી કંગના રનૌતે સરકાર દ્વારા કૃષિ કાયદાઓ (Agricultural law) હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘ખાલિસ્તાની આતંકવાદીઓએ (Khalistani terrorists) આજે ​​ભલે સરકારનો હાથ મરોડ્યો હોય, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે એક મહિલા વડાપ્રધાને તેમને કચડી નાખ્યા હતા. ભલે આના કારણે દેશને કેટલુંપણ નુકસાન થયું હોય.

આ નિવેદન બાદ કંગના વિરુદ્ધ દેશના વિભિન્ન શહેરોના ઘણાબધા પોલીસ મથકોએ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. લોકોએ કહ્યું કે કંગના નફરતની ફેક્ટરી બની ગઈ છે. અમે ઇન્સ્ટાગ્રામ પર આવી નફરતભરી પોસ્ટ કરવા માટે સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ, કંગનાની સુરક્ષા અને પદ્મશ્રીને તાત્કાલિક પરત ખેંચવામાં આવે.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અગાઉ, જ્યારે તે પંજાબમાં હતી, ત્યારે વિરોધ કરી રહેલા ખેડૂતોએ કિરાતપુરમાં તેની કાર રોકી હતી. આ પ્રદર્શનકારીઓના હાથમાં ઝંડા હતા અને તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેણે ખેડૂતો અને કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરનારાઓ વિરુદ્ધ તેના રેટરિક માટે કંગના પાસેથી માફી માંગવાની માંગ કરી. તણાવને જોતા ભારે પોલીસ ફોર્સ પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. લાંબા સમય સુધી હંગામો ચાલ્યો. લગભગ બે કલાક પછી કંગનાએ આખરે માફી માંગી અને ખેડૂતોએ તેને જવા દીધી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને અભિનેત્રી કંગનાએ મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા તેની સામે નોંધાયેલી FIRને રદ કરવાની માગ કરી છે. તમને જણાવવુ રહ્યુ કે, ખેડૂતોના આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર આપવામાં આવેલા ખાલિસ્તાની નિવેદન બાદ મુંબઈ પોલીસ દ્વારા કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કંગના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295A હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે હાલ કંગનાએ તેમના વિરુધ્ધ નોંધાયેલ FIR રદ કરીને તેના કાયદેસરના અધિકારો અને સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા માટે હાઇકોર્ટની મદદ લીધી છે.

આ પણ વાંચોઃ

પાકિસ્તાનની નવી ચાલ, મહિલાને ઢાલ બનાવીને કાશ્મીરમાં કરાઈ રહી છે ઘૂષણખોરી, LOC પાર કરનારી મહિલાને કરાઈ ઠાર

આ પણ વાંચોઃ

જમ્મુ-કાશ્મીરઃ ભારતીય સેનાએ શ્રીનગરમાં આતંકીઓનો બોલાવ્યો ખાત્મો, રંગરેટ વિસ્તારમા 2 આતંકીને કર્યા ઠાર

 

 

Next Article