જમ્મુ-કાશ્મીરઃ ભારતીય સેનાએ શ્રીનગરમાં આતંકીઓનો બોલાવ્યો ખાત્મો, રંગરેટ વિસ્તારમા 2 આતંકીને કર્યા ઠાર

અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની ઓળખ અને તેઓ કયા આતંકવાદી સંગઠનના છે તે હજુ સુધી જાણી શકાયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક વિદેશી હોવાનું જણાઇ રહયુ છે.

જમ્મુ-કાશ્મીરઃ ભારતીય સેનાએ શ્રીનગરમાં આતંકીઓનો બોલાવ્યો ખાત્મો, રંગરેટ વિસ્તારમા 2 આતંકીને કર્યા ઠાર
Jammu kashmir encounter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 2:49 PM

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકવાદી પ્રવૃત્તિઓ પુરી થવાનું નામ નથી લઇ રહી. વારંવાર આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરને પોતાનો નિશાન બનાવતુ રહે છે. જો કે ભારતીય સેના પણ આતંકવાદી(Terrorist)ઓના મનસુબા પુરા થવા દેતી નથી. સોમવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના રંગરેટ વિસ્તારમાં પણ ભારતીય સુરક્ષા દળો(Indian security forces)એ આવા જ આતંકવાદીઓના મનસુબાને નાકામ કર્યો છે, ભારતીય સેના(Indian Army)એ અથડામણમાં બે અજાણ્યા આતંકવાદીઓ ઠાર માર્યા છે.

કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે ચોક્કસ ઇનપુટ પર આતંકવાદીઓને અટકાવવામાં આવ્યા હતા અને બાદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આતંકીઓના સંગઠનની હજુ ઓળખ નહીં

અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓની ઓળખ અને તેઓ કયા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે આતંકીઓમાંથી એક આતંકી વિદેશી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જો સર્ચ ઓપરેશન દરમિયાન ઘેરાયેલા આતંકવાદીની હાજરી જાણવા મળે છે, તો તેને આત્મસમર્પણ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. જો કે,આ આતંકવાદીએ આત્મસમર્પણનો ઇનકાર કર્યો અને સંયુક્ત સર્ચ પાર્ટી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.

મહત્વનું છે કે આતંકીની ઓળખ સમીર અહેમદ તંત્રે તરીકે થઈ છે, જે બારાગામનો રહેવાસી છે.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યુ કે સેનાની જવાબી કાર્યવાહી સાથે એન્કાઉન્ટર શરૂ થયું હતું. તેમણે કહ્યું કે આતંકવાદી એન્કાઉન્ટરમાં માર્યો ગયો અને તેનો મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો છે. અધિકારીએ કહ્યું કે આતંકવાદીની ઓળખ સમીર અહેમદ તંત્રે તરીકે થઈ છે, જે બારાગામનો રહેવાસી છે. તેણે કહ્યું કે પોલીસ રેકોર્ડ મુજબ તંત્રે એક ગ્રેડેડ આતંકવાદી હતો, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો અને તે આતંકવાદ સંબંધિત અનેક ગુનાહિત કેસોમાં સામેલ જૂથોનો ભાગ હતો.

તે જ સમયે, પાંચ દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે શોપિયાંના ચક-એ-ચોલાન ગામમાં આતંકવાદીઓની હાજરી છે, ત્યારબાદ તેઓએ સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું. પહેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ જવાબી ગોળીબાર કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ Kashi vishwanath corridorનું અનોખું આશ્ચર્ય 314 ઇમારતોનું અધિગ્રહણ, 390 કરોડની ચુકવણી અને પેન્ડિંગ કેસ ઝીરો

આ પણ વાંચોઃ Maharashtra: મુંબઈમાં લાઈવ કોન્સર્ટમાં કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન, આયોજકો સામે કેસ દાખલ

g clip-path="url(#clip0_868_265)">