Mumbai: મુંબઈના ધારાવીમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ, 14 ઘાયલ, 2ની હાલત ગંભીર

|

Aug 29, 2021 | 5:14 PM

મુંબઈના ધારાવી વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ઘટનામાં 14 લોકો ઘાયલ થયા છે.

Mumbai: મુંબઈના ધારાવીમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ, 14 ઘાયલ, 2ની હાલત ગંભીર
Cylinder blast in Mumbai's Dharavi

Follow us on

મુંબઈના ધારાવી વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ઘટનામાં 14 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને મધ્ય મુંબઈની સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. BMC દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, હાલમાં ઘાયલોની સારવાર સાયન હોસ્પિટલમાં ચાલી રહી છે. 14 માંથી 2 લોકોની હાલત નાજુક છે. બંને 70 ટકા સુધી બળી ગયા છે.

રવિવારે ધારાવીના શાહુ નગરના કમલા નગરમાં એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટ્યું હતું. આ કમલા નગર ધારાવીમાં મુબારક હોટલ પાસે આવેલ છે. જ્યાં આ અકસ્માત થયો હતો. અકસ્માત સવારે 12.30 વાગ્યે થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ બે ફાયર એન્જિન અને પાણીના ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર આગ 12:45 વાગ્યે લાગી હતી.

બે લોકો 70 ટકા સુધી બળી ગયા છે

ઘટનામાં કુલ 14 લોકો ઘાયલ થયા છે. તેમને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 2 ની હાલત અત્યંત ગંભીર છે. બંને લોકો 70 ટકા સુધી બળી ગયા છે. આ બંનેની સારવાર કરી રહેલા ડોક્ટર સાયલીએ આ માહિતી આપી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બ્લાસ્ટ થતાં જ અફરાતફરી ફેલાઈ ગઈ હતી

ગેસ સિલિન્ડર ફૂટતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. થોડીવારમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ઘરની આસપાસના ઘરોના લોકો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ રીતે આ આગ એક ઘરમાંથી નજીકના બે કે ત્રણ ઘરોમાં ફેલાઈ ગઈ હતી. આ આગમાં કુલ 14 લોકો ઘાયલ થયા હતા. આગ બુઝાવવાનું શરૂ થતાં જ આસપાસના લોકો દોડવા લાગ્યા અને પાણી લાવીને આગ પર ફેંકવાનું શરૂ કર્યું.

દરમિયાન ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અગ્નિશામકોએ તરત જ પરિસ્થિતિને પોતાના હાથમાં લીધી હતી. થોડી જ વારમાં આગ કાબૂમાં આવી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

હાલમાં આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ છે. હાલ તમામ પરિસ્થિતિઓ પર નિયત્રણ મળવી લેવાયું છે. ઘાયલોની સારવાર સાયન હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ બીએમસી મેયર કિશોરી પેડનેકરને અકસ્માત સંબંધિત સંપૂર્ણ માહિતી આપી છે.

 

આ પણ વાંચો: સરકાર આ બે ફર્ટિલાઇઝર કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરવાની યોજના

આ પણ વાંચો: પેરાલિમ્પિકમાં રજત ચંદ્રક વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો પુરસ્કાર આપવાની ગુજરાત સરકારની જાહેરાત

Next Article