AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Breaking News : મુંબઈમાં મોંઘવારીનો વધુ એક ઝટકો, CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો! જાણો નવા દર

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 30મેથી વધુ ચૂકવણી કરવી પડશે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNG ના છૂટક વેચાણ ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2 અને ઘરેલું પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) 50 પૈસાનો વધારો કર્યો છે. નવા દરો 29થી 30 મેની મધ્યરાત્રિથી અમલમાં આવ્યા છે.

Mumbai Breaking News : મુંબઈમાં મોંઘવારીનો વધુ એક ઝટકો, CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો! જાણો નવા દર
Mumbai CNG PriceImage Credit source: Whisk
| Updated on: May 30, 2026 | 8:23 AM
Share

મુંબઈમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) વધુ મોંઘો થયો છે. CNG ના ભાવમાં વધારો થયો છે. જેના કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં CNG વપરાશકર્તાઓને શનિવાર (30 મે) થી વધુ ચૂકવણી કરવી પડશે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNGના છૂટક વેચાણ ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2 અને ઘરેલું પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવા દરો 29થી 30 મેની મધ્યરાત્રિથી અમલમાં આવ્યા છે.

CNGના ભાવ વધતા 31 લાખ ઘરો પર અસર

આ ફેરફાર સાથે, મુંબઈ, થાણા, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં CNGની કિંમત આશરે ₹84 પ્રતિ કિલોગ્રામથી વધીને ₹86 પ્રતિ કિલોગ્રામ થશે. ઘરેલું PNGની કિંમત ₹52 પ્રતિ SCM થશે. MGL એ જણાવ્યું હતું કે આ વધારો ગેસ ખરીદવાના ખર્ચમાં અચાનક વધારો થવાને કારણે થયો છે. આ વધારાથી મુંબઈમાં આશરે 12 લાખ CNG વાહનો પર અસર થવાની શક્યતા છે. જેમાં આશરે 2,80,000 ઓટો-રિક્ષાનો સમાવેશ થાય છે.

તેની અસર PNG કનેક્શન ધરાવતા 31 લાખ ઘરો પર પણ પડશે. ભાવ વધારાથી દૈનિક મુસાફરોના મોટા ભાગ પર અસર પડવાની છે. કારણ કે ઓટો-રિક્ષા, ટેક્સી અને બસો ઇંધણ પર ખૂબ આધાર રાખે છે. પરિણામે ભાવ વધારાથી મુસાફરો અને વાહન માલિકો બંને પર વધારાનો નાણાકીય બોજ પડશે.

શું ટ્રાન્સપોર્ટમાં થશે વધારો?

CNGના વધતા ભાવે ઓટો અને ટેક્સી ચાલકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ઓટો અને ટેક્સી યુનિયનોએ ભાડામાં વધારો કરવાની માંગ કરી છે. મુંબઈ રિક્ષા મેન્સ યુનિયનના નેતા થંપી કુરિયને જણાવ્યું હતું કે ભાડામાં વધારો કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન ફોર્મ્યુલા મુજબ બેઝ ભાડામાં પ્રતિ કિલોમીટર આશરે ₹1.12 નો વધારો થવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ભાડા વધારાનો પ્રસ્તાવ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને (MMRTA) મોકલવામાં આવશે જે કોઈપણ ઓટો-ટેક્સી ભાડા વધારા અંગે અંતિમ નિર્ણય લે છે. ટેક્સી યુનિયનોએ બેઝ ભાડામાં ₹2થી ₹3 નો વધારો કરવાની પણ માંગ કરી છે.

CNG, પેટ્રોલ અને ડીઝલ કરતાં પણ છે સસ્તું ઇંધણ

યુનિયનો કહે છે કે વધતા જતા ઇંધણના ભાવ ડ્રાઇવરોની કમાણી પર અસર કરી રહ્યા છે. જોકે વધેલા ભાવ હોવા છતાં CNG હજુ પણ પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તું ઇંધણ છે. મુંબઈમાં CNG પેટ્રોલની સરખામણીમાં આશરે 45% અને ડીઝલની સરખામણીમાં આશરે 12% ની બચત પૂરી પાડે છે.

મે મહિનામાં બીજી વખત ભાવ વધારો

મે મહિનામાં CNGના ભાવમાં આ બીજો વધારો છે. અગાઉનો વધારો 13 મેના રોજ પ્રતિ કિલોગ્રામ ₹2 નો હતો. એપ્રિલમાં CNG ના ભાવમાં પણ ₹1 નો વધારો કરવામાં આવ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે વૈશ્વિક ઉર્જા પુરવઠા શૃંખલામાં ભૂરાજકીય વિક્ષેપો, ગેસમાં વધારો, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને નબળા રૂપિયાને કારણે ગેસ ખરીદી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. આ જ કારણ છે કે ભાવમાં સુધારો જરૂરી હતો.

આ પણ વાંચો, આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં આપ્યું ‘20%’ થી વધુ વાર્ષિક રિટર્ન, દર વર્ષે રોકાણકારોની સંપત્તિમાં કર્યો ‘તોતિંગ વધારો’

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">