Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા મુંબઈની ખાસ તૈયારી, BMCએ 120 સુરક્ષાકર્મીઓની ટીમ ઉતારી

|

Jun 15, 2023 | 8:05 AM

બિપરજોય વાવાઝોડાની તબાહીની આશંકાઓને ધ્યાનમાં રાખીને, BMCએ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. ગિરગામ, દાદર, જુહુ, વર્સોવા, અક્સા અને ગોરાઈ ચોપાટી ખાતે 120 લાઈફ ગાર્ડ તૈનાત કરાયા.

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા મુંબઈની ખાસ તૈયારી, BMCએ 120 સુરક્ષાકર્મીઓની ટીમ ઉતારી
Mumbais special preparations to deal with Cyclone Biparjoy

Follow us on

Mumbai: બિપરજોય તોફાનનો (Cyclone Biparjoy) સામનો કરવા માટે મુંબઈ તૈયાર છે. BMCએ ડૂબવા અને અન્ય અકસ્માતોથી બચાવવા 26 લાઈફગાર્ડમાં વધારો કર્યો છે. તો દરિયાકાંઠે 120 સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જુહુ ચોપાટી પર ચાર યુવકોના દરિયામાં ડૂબી જવાથી મોત થયા હતા. આ પછી, ગુરુવારે બિપરજોય વાવાઝોડાની તબાહીની આશંકાઓને ધ્યાનમાં રાખીને BMCએ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે.

આ પહેલા દરિયાકિનારે 94 લાઈફગાર્ડ તૈનાત હતા. બિપરજોય વાવાઝોડાના જોખમને જોતા હવે 26 લાઈફ ગાર્ડ વધુ તૈનાત કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર ડૉ.સુધાકર શિંદેએ આ માહિતી આપી હતી.

આ પણ વાંચો: Cyclone Biporjoy: દ્વારકા મંદિરમાં સ્થાનિક બ્રાહ્મણો દ્વારા વાવાઝોડાથી રક્ષણ માટે પરસોત્તમ રૂપાલાએ કરાવી પૂજા, જુઓ VIDEO

Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવા ક્યારે લેવી જોઈએ?
ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024

ગિરગામ, દાદર, જુહુ, વર્સોવા, અક્સા અને ગોરાઈ ચોપાટી ખાતે 120 લાઈફ ગાર્ડ તૈનાત

મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઇકબાલ સિંહ ચહલ અને એડિશનલ કમિશનર ડૉ. સુધાકર શિંદેએ મુંબઈની છ ચોપાટીઓમાં અલગ-અલગ સ્થળોએ કુલ 120 ટ્રેન્ડ લાઇફ ગાર્ડ્સ તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ હેઠળ ગિરગાંવ, દાદર, જુહુ, વર્સોવા, અક્સા અને ગોરાઈ ચોપાટી પર સવારે 8થી 4 વાગ્યા સુધી 60 ટ્રેન્ડ સિક્યોરિટી ગાર્ડ અને બપોરે 3થી 11 વાગ્યા સુધી 60 ટ્રેન્ડ સિક્યોરિટી ગાર્ડ્સ તૈનાત કરવામાં આવશે.

મુંબઈનો દરિયા કિનારો 145 કિલોમીટરમાં ફેલાયેલો

અરબી સમુદ્રનો દરિયા કિનારો મુંબઈમાં 145 કિલોમીટરમાં ફેલાયેલો છે. આ બીચ કોલાબાથી શરૂ થાય છે અને ગોરાઈ સુધી અને ત્યાંથી MMR પ્રદેશ સુધી વિસ્તરે છે. આમાંથી ગિરગાંવ અને દાદર ચોપાટી શહેરી વિભાગો, જ્યારે જુહુ, વર્સોવા, અક્સા અને ગોરાઈ ચોપાટી પશ્ચિમી ઉપનગરોની કિનારા પર આવેલા છે.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને દરિયા કિનારે ડૂબવાના બનાવોથી મુંબઈવાસીઓને બચાવવા માટે 120 લાઈફ ગાર્ડની ટીમ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ટ્રેન્ડ લાઇફગાર્ડ્સ પ્રવાસીઓ દરિયામાં અંદર સુધી ન જાય તેની તકેદારી રાખશે. આમ છતાં જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો આ લાઈફગાર્ડ લોકોને બચાવવા માટે આગળ આવશે. આવી અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે લાઇફગાર્ડની સુરક્ષા વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article