AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં વેક્સીન નહી લેનારા માટે કોરોના બન્યો કાળ, 11 મહિનામાં 4575 મોત, તેમાં 94 ટકા વેક્સીન લીધા વગરના લોકો

Corona In Mumbai: મુંબઈની આર્થર રોડ જેલમાં 30 કેદીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં કરાયેલા કોરોના ટેસ્ટ દરમિયાન આ તમામ કેદીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. આ તમામને જેલમાં બનાવવામાં આવેલા આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

મુંબઈમાં વેક્સીન નહી લેનારા માટે કોરોના બન્યો કાળ, 11 મહિનામાં 4575 મોત, તેમાં 94 ટકા વેક્સીન લીધા વગરના લોકો
Corona Cases In Mumbai (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 10:46 PM
Share

વેક્સીન નહી લેનારા લોકો માટે મુંબઈમાં કોરોના કાળ (Corona in Mumbai) બનીને આવ્યો છે. આ ચોંકાવનારો ખુલાસો મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 11 મહિનામાં કોવિડને કારણે 4 હજાર 575 લોકોના મોત (Corona Deaths In Mumbai) થયા છે. તેમાંથી 94 ટકા લોકો એવા હતા જેમણે રસી (Mumbai Corona Vaccine) લીધી ન હતી.

BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2021 થી જાન્યુઆરી 2022 દરમિયાન મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં કોરોનાથી મૃત્યુ પામેલા મોટાભાગના લોકોએ રસીનો એક પણ ડોઝ લીધો ન હતો. મૃત્યુ પામેલા લોકોમાંથી માત્ર 6 ટકા લોકોએ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું હતું. BMC દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે આ આંકડો વેક્સીનેશન નહી કરાવવા પર થનારા ઘાતક પરિણામનો સૌથી મોટો પુરાવો છે.

અગિયાર મહિનામાં કોવિડથી ચાર હજાર પાંચસો પંચોતેરથી વધારે મોતનો આ જે આંકડો સામે આવ્યો છે, તેમાંથી 4 હજાર 320 લોકોએ રસી લીધી ન હતી. 225 લોકોનો બ્રેક થ્રુ સંક્રમણને કારણે જીવ ગયો. BMC વિવિધ વર્ગના લોકોને રસી લેવા અંગે જાગૃત કરવા માટે પોતાની રીતે તમામ પ્રયાસો કરી રહી છે. આમ છતાં રસીકરણને લઈને મોટી સંખ્યામાં લોકોના દિલમાં ડર છે. નોંધણીના રેકોર્ડ દ્વારા આ સ્પષ્ટપણે સાબિત થાય છે.

ઓક્સિજન સપોર્ટ પર 96 ટકા એવા લોકો છે, જેમણે રસીનો ડોઝ લીધો નથી

16 જાન્યુઆરીએ એન્ટી-કોરોના વાયરસ રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થશે. આ એક વર્ષમાં જે વાત સામે આવી છે તે એ છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ વધવા છતાં ખૂબ ઓછી સંખ્યામાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી રહી છે. ખાસ કરીને અન્ય ગંભીર રોગોથી પીડિત વરિષ્ઠ નાગરિકોના મૃત્યુની સંખ્યામાં પણ તીવ્ર ઘટાડો થયો છે. નિષ્ણાતોએ આનું એક મહત્ત્વનું કારણ રસીકરણને ગણાવ્યું છે.

BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે ત્રણ દિવસ પહેલા માહિતી આપી હતી કે ઓક્સિજન સપોર્ટ પર 96 ટકા દર્દીઓ એવા છે જેમણે રસીકરણ કરાવ્યું નથી. એટલે કે રસી કોરોનાની ઘાતક અસરને ઘટાડવામાં મદદ કરી રહી છે. તેમ છતાં, મુંબઈ જેવા મેટ્રો શહેરમાં પણ રસીકરણ અંગેની આશંકા ઘણા લોકોના મનમાં છે.

મુંબઈની આર્થર રોડ જેલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો 

દરમિયાન મુંબઈની આર્થર રોડ જેલમાં કોરોનાએ ખળભળાટ મચાવી દીધો છે. અહીં 30 કેદીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં કરાયેલા કોરોના ટેસ્ટ દરમિયાન આ તમામ કેદીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. આ તમામને જેલમાં બનાવવામાં આવેલા આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન પણ અહીં ઘણા કેદીઓને કોરોના થયો હતો.

આ પણ વાંચો :  Assembly Elections 2022: પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ચૂંટણી લડશે એનસીપી, ઉત્તર પ્રદેશમાં સપા બનાવશે સરકાર – શરદ પવારનું નિવેદન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">