AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Elections 2022: પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ચૂંટણી લડશે એનસીપી, ઉત્તર પ્રદેશમાં સપા બનાવશે સરકાર – શરદ પવારનું નિવેદન

UP Assembly Election: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને શરદ પવારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમની પાર્ટી NCP વતી તેઓ સમાજવાદી પાર્ટી અને અન્ય નાની પાર્ટીઓ સાથે ગઠબંધન માટે વાત કરી રહ્યા છે. યુપીમાં લોકો પરિવર્તન ઈચ્છે છે. સમાજવાદી પાર્ટી અન્ય પાર્ટીઓ સાથે મળીને ત્યાં સરકાર બનાવશે.

Assembly Elections 2022: પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ચૂંટણી લડશે એનસીપી, ઉત્તર પ્રદેશમાં સપા બનાવશે સરકાર - શરદ પવારનું નિવેદન
NCP Chief Sharad Pawar (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 8:43 PM
Share

પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને (Assembly Elections 2022) લઈને તેમની પાર્ટીનું વલણ નક્કી કરવા માટે અને ચૂંટણીમાં અલગ – અલગ રાજ્યોની સંભાવનાઓ પર વાત કરવા માટે એનસીપી ચીફ શરદ પવારે (NCP Chief Sharad Pawar) આજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં દાવા સાથે કહ્યું કે આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં (UP Assembly Election 2022) મોટો ફેરફાર થવાનો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે.

શરદ પવારે કહ્યું કે યુપીમાં ગઠબંધનને લઈને સમાજવાદી પાર્ટી અને અન્ય નાની પાર્ટીઓ સાથે વાતચીત ચાલી રહી છે. શરદ પવારે કહ્યું કે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશની મુલાકાતે જવાના છે. શરદ પવારે સ્પષ્ટ કર્યું કે પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં NCP ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે ગોવામાં મહા વિકાસ અઘાડીના પ્રયોગની નકલ કરવાના પ્રયાસો ચાલુ છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે. એનસીપી અને શિવસેનામાં પ્રફુલ પટેલ અને સંજય રાઉત વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે NCP મેઘાલયમાં 5 સીટો પર ચૂંટણી લડશે.

શરદ પવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકો પરિવર્તન ઈચ્છે છે. યુપીમાં સ્વામી પ્રસાદ મૌર્યની સપામાં એન્ટ્રી શરૂ થઈ રહી છે. આ હવે વધારે આગળ જશે. પૂર્વ ધારાસભ્ય સિરાજ મહેંદીએ NCPમાં પ્રવેશ કર્યો છે. તેમણે કહ્યું કે બે દિવસમાં તેઓ ગઠબંધન અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકશે. આ બે દિવસોમાં તેમણે યુપી અને ગોવામાં પોતાની પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરવાની વાત કરી.

યુપીમાં સપા અને ગોવામાં કોંગ્રેસ, તૃણમૂલ સાથે વાતચીત, બે દિવસમાં ઉમેદવારોના નામ જાહેર કરશે

શરદ પવારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને અન્ય નાના પક્ષો સાથે વાતચીત કર્યા બાદ તેમની પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરશે. ગોવા અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સાથે ચર્ચા ચાલી રહી છે.  ત્યાં પણ બધા મળીને ભાજપને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરશે. શિવસેના અને એનસીપી વચ્ચે સમજૂતી થઈ ચૂકી છે. શિવસેના વતી સંજય રાઉત અને એનસીપી વતી પ્રફુલ્લ પટેલ વચ્ચે વાતચીત ચાલી રહી છે. ગોવામાં ગઠબંધન અંગેનો નિર્ણય બે દિવસમાં લેવામાં આવશે. ભાજપનો વિકલ્પ આપવાના પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત NCP મણિપુરમાં 5 સીટો પર ચૂંટણી લડશે.

શરદ પવારે પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી હોવાના મુદ્દે આ વાત કહી

જ્યારે પત્રકારોએ શરદ પવારને વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે વડાપ્રધાનની સુરક્ષા એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આ ક્ષતિ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને જવાબદાર છે. તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બીમાર હોવાનો અને સક્રિય ન હોવાનો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો. જ્યારે પત્રકારોએ પૂછ્યું કે મુખ્યમંત્રીને બદલે તમે રાજ્ય પરિવહનના હડતાળ પર બેઠેલા કર્મચારીઓ સાથે વાત કરી રહ્યા છો. આના પર વિપક્ષ પૂછી રહ્યો છે કે મુખ્યમંત્રી તેમનો ચાર્જ તમને સત્તાવાર રીતે કેમ નથી આપતા ? તો આ સવાલના જવાબમાં શરદ પવારે કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરે તમામ નિર્ણયો પોતે લે છે. ભાજપની ટીકા – ટીપ્પણીઓમાં તેમનું ફ્રસ્ટેશન અને ડેસ્પરેશન સામે આવે છે.

આ પણ વાંચો :  Weather in Maharashtra: મુંબઈ-થાણેમાં ભારે ઠંડી, મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ તાપમાનમાં તીવ્ર ઘટાડો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">