Aryan Drugs Case : આર્યનની ચેટ્સમાં થયો ચોંકાવનારો ખુલાસો ! પાર્ટી પહેલા આર્યને આ અભિનેત્રી સાથે ડ્રગ્સ સંબધિત વાતચીત કરી હતી
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર 20 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યનની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.
Aryan Khan Drugs Case: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી છેલ્લા ઘણા દિવસથી આગામી તારીખો પર ઠેલવવામાં આવી રહી છે.ત્યારે ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યનની જામીન અરજી અંગે 20 ઓક્ટોબર ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં (Mumbai Sessions Court) ન્યાયાધીશે આર્યનના વકીલની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી અંગે સુનાવણી 20 ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી.
આર્યનની જામીન અરજી પર વિશેષ અદાલત ચૂકાદો આપશે
તમને જણાવી દઈએ કે, એનડીપીએસની વિશેષ અદાલત (NDPS Special Court) દ્વારા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપશે. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. 14 ઓક્ટોબરે સુનાવણી બાદ જજ વીવી પાટીલે જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. બાદમાં કોર્ટે દશેરાની રજાઓ બાદ 20 ઓક્ટોબરે જામીન અરજી પર પોતાનો ચુકાદો આપવાનું જણાવ્યુ હતુ.
આર્યનની વોટ્સએપ ચેટમાં ડેબ્યુ એકટ્રેસ વિશે થયો ચોંકાવનારો ખુલાસો
NCB ને ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલિવૂડ અભિનેત્રીની (Bollywood Actress)ડ્રગ્સ સંબધિત ચેટ્સ પણ મળી આવી છે. આ વાતચીતમાં નશાની વાતો થતી હોવાનો ખુલાસો થયો છે. કોર્ટમાં ચર્ચા દરમિયાન, આરોપીઓની ચેટ્સ જે NCB ટીમ દ્વારા કોર્ટને સોંપવામાં આવી છે તેમાં આર્યન સાથેની આ અભિનેત્રીની ચેટ્સ પણ સામેલ છે. આ સિવાય કેટલાક ડ્રગ્સ પેડલર્સ સાથે આર્યનની ચેટ્સ પણ કોર્ટને સોંપવામાં આવી હતી.
શું ક્રુઝ ડ્રગ્સ કેસમાં આ અભિનેત્રી સામેલ છે ?
મુંબઈ એનસીબીએ ક્રુઝ ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Case) આર્યન ખાનની વોટ્સએપ ચેટ કોર્ટને સોંપી છે. lતમને જણાવી દઈએ કે, મુંબઈ એનસીબી દ્વારા આર્યન ખાનની વોટ્સએપ ચેટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. ત્યારે એનસીબીએ હાલ દાવો કર્યો છે કે, પોલીસને ડ્રગ્સ સંબંધિત વોટ્સએપ ચેટ મળી છે જે કથિત રીતે આર્યન ખાન અને એક ડેબ્યુ એક્ટ્રેસ (Debue Actress) વચ્ચે થઈ હતી.જો કે આ અભિનેત્રીનું હજુ નામ સામે આવ્યુ નથી.
આ પણ વાંચો : Aryan Khan Bail : આર્યન ખાનની જામીન અરજી પર આજે કોર્ટનો ચુકાદો
આ પણ વાંચો : ગેંગસ્ટર સુરેશ પુજારીની ફિલિપાઈન્સમાં ધરપકડ, મુંબઈ પોલીસ 2007થી તેને શોધતી હતી