આ ભીડ ભારે પડશે : પુણેના જયસ્તંભ લશ્કરી સ્મારક પહોંચ્યા હજારો લોકો, પાંચ મુલાકાતીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે પુણે જિલ્લામાં જયસ્તંભ લશ્કરી સ્મારકની મુલાકાત લેનારા 5,000 થી વધુ વ્યક્તિઓમાંથી 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Maharashtra : કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ (Corona) માથુ ઉંચક્યુ છે. ત્યારે સરકાર દ્વારા પણ કોરોના ગાઈડલાઈન્સનું (Corona Guidelines) પાલન કરવા માટે લોકોને કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો બેદરકાર બનીને કોરોના નિયમોને નેવે મુકતા જોવા મળી રહ્યા છે. પૂણેના (Pune) જયસ્તંભ લશ્કરી સ્મારક પહોંચેલા હજારો લોકોમાંથી 5 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવતા હાલ ખળભળાટ મચી ગયો છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે જિલ્લામાં જયસ્તંભ લશ્કરી સ્મારકની મુલાકાત લેનારા 5,000 થી વધુ વ્યક્તિઓમાંથી 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Covid-19 Positive) આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કોરેગાંવ ભીમા યુદ્ધની 204મી વર્ષગાંઠ નિમિત્તે લાખો લોકો આ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.
5000 થી વધુ લોકોના ટેસ્ટ થયાઃ SP દેશમુખ
પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક અભિનવ દેશમુખે (Abhinav Deshmukh) જણાવ્યું હતું કે, “પાર્કિંગ એરિયામાં થર્મલ સ્ક્રિનિંગ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ હતી. ઉપરાંત કેટલાક લોકોનો રેપિડ એન્ટિજન ટેસ્ટ (Rapid Antigen Test) પણ કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યુ કે, સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 5,765 પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
પુણે જિલ્લા પરિષદના CEO આયુષ પ્રસાદે કહ્યું કે, 5 લોકો કોરોના સંક્રમિત થયા છે, જેમાંથી 2 લોકો નાસિકના રહેવાસી છે. આ મામલે હાલ નાસિક જિલ્લા પ્રશાસનને પણ જાણ કરવામાં આવી છે. બાકીના ત્રણ લોકો પુણે જિલ્લાના છે. તમને જણાવી દઈએ કે, તેમાંથી એક વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઈન હેઠળ છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને સંસ્થાકીય કોરોન્ટાઈન હેઠળ રાખવમાં આવ્યા છે.
લોકોની બેદરાકરી તંત્રને ભારે પડશે
કોરોના નિયમોને લઈને CEO પ્રસાદે કહ્યું કે વહીવટીતંત્રે અપીલ કરી છે કે વરિષ્ઠ નાગરિકો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ નહીં. પરંતુ ઘણા લોકો તેમના પરિવાર સાથે આવ્યા હતા અને વરિષ્ઠ નાગરિકો અને બાળકોને પણ સાથે લાવ્યા હતા. કેટલાક લોકોએ માસ્ક પહેર્યા ન હતા, તેમજ ઘણી જગ્યાએ સામાજિક અંતરનું પાલન કરવામાં આવ્યું ન હતું. ત્યારે હાલ કોરોનાના તાંડવ વચ્ચે લોકોની બેદરાકરી તંત્રને ભારે પડી શકે છે.
આ પણ વાંચો : MSRTC Strike: મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓની હડતાલને કોરોનાનું કલંક, પોલીસે આઝાદ મેદાનમાંથી ઉઠાવ્યા