Maharashtra:  શરદ પવારના આવાસ પર હુમલા કેસમાં ગુણરત્ન સદાવર્તેને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

એનસીપી પ્રમુખ શરદ પવારના મુંબઈ સ્થિત સિલ્વર ઓક ઘર કે બહાર થયેલા મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓના આંદોલન (MSRTC Workers protest) અને હુમલાના મામલે વકીલ ગુણરત્ન સદાવર્તે (Adv. Gunratan Sadavarte) ને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. સદાવર્તેને આર્થર રોડ જેલમાં લાવવામાં આવ્યા.

Maharashtra:  શરદ પવારના આવાસ પર હુમલા કેસમાં ગુણરત્ન સદાવર્તેને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Advocate Gunaratna Sadavarte (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 10:29 PM

એનસીપી પ્રમુખ શરદ પવારના( Sharad Pawar) મુંબઈ સ્થિત સિલ્વર ઓક આવાસ પર  મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓના આંદોલન (MSRTC Workers protest) અને હુમલાના કેસમાં  વકીલ ગુણરત્ન સદાવર્તે ( Gunratan Sadavarte) ને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. ગુણરત્ન સદાવર્તેની પોલીસ કસ્ટડીનો આજે અંત આવ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સદાવર્તને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. સદાવર્તેને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન સદાવર્તે જામીન માટે અરજી કરી શકે છે.મુંબઈના ગામ દેવી પોલીસ સ્ટેશનમાં શુક્રવારે ગુણરત્ન સદાવર્તે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર હુમલાનું ષડયંત્ર રચવાનો અને સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો આરોપ હતો. પોલીસે સદાવર્તેની પોલીસ કસ્ટડી સાત દિવસ વધારવા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પોલીસની આ અપીલને ફગાવી દીધી હતી અને સદાવર્તને પોલીસ કસ્ટડીમાં મોકલવાને બદલે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. બાકીના આરોપીઓને 16 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. આ ઉપરાંત હવે સતારા પોલીસે આરોપી સદાવર્તેની કસ્ટડી માંગી છે. સરકારી વકીલ પ્રદીપ ઘરતના જણાવ્યા અનુસાર કોર્ટે આ સંદર્ભમાં મંજૂરી આપી છે.

આ પણ વાંચો :  મંત્રી ધનંજય મુંડેને નથી આવ્યો હાર્ટ એટેક, બેહોશ થઈ ગયા અને ચક્કર આવ્યા, ડેપ્યુટી સીએમ અજિત પવારે આપી માહિતી

g clip-path="url(#clip0_868_265)">