Gujarati NewsMumbai। Ed seizes maharashtra minister nawab malik assets of mumbai and usmanabad
નવાબ મલિકને ED દ્વારા વધુ એક ઝટકો, મુંબઈ અને ઉસ્માનાબાદમાં મિલકત જપ્ત
પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટો સાથે સંબંધિત લોકો સાથે જમીનના સોદામાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી અને હવે મુંબઈ અને ઉસ્માનાબાદમાં તેમની મિલકતો જપ્ત (Property Seized) કરવામાં આવી છે.
Nawab Malik
Follow Us:
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને (Nawab Malik NCP) વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટો સાથે સંબંધિત લોકો સાથે જમીનના સોદામાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી અને હવે મુંબઈ અને ઉસ્માનાબાદમાં તેમની મિલકતો જપ્ત (Property Seized) કરવામાં આવી છે. ઈડી દ્વારા નવાબ મલિકની મુંબઈની કુર્લા સ્થિત ગોવાવાલા કમ્પાઉન્ડ અને બાંદ્રાની મિલકતો જપ્ત કરવામાં આવી છે. નવાબ મલિકની કુલ આઠ મિલકતો એટેચ કરવામાં આવી છે. હાલમાં તે આર્થર રોડ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. નવાબ મલિકની જે મિલકતો ED દ્વારા જપ્ત કરવામાં આવી છે તેની બજાર કિંમત કરોડો રૂપિયા છે.
નવાબ મલિકની ધરપકડને લઈને છેલ્લા ઘણા દિવસોથી શાસક પક્ષ અને વિપક્ષમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો. મહા વિકાસ અઘાડી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે નવાબ મલિક વિરુદ્ધ કાર્યવાહી મહારાષ્ટ્ર સરકારને અસ્થિર કરવા અને તેને દબાણમાં લાવવા માટે કરવામાં આવી છે. જ્યારે ભાજપ નવાબ મલિકના રાજીનામાની માંગ કરી રહી હતી. ભાજપનું કહેવું છે કે નવાબ મલિકે માત્ર મની લોન્ડરિંગનો ગુનો જ નથી કર્યો, પરંતુ તેણે દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ સાથે સંકળાયેલા લોકો સાથે જમીનનો સોદો કરીને ટેરર ફંડિંગનો ગુનો પણ કર્યો છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે આ ડીલ બાદ દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરને 55 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને જમીનના આ સોદા બાદ મુંબઈમાં ત્રણ બ્લાસ્ટ થયા હતા. એટલે કે આ ડીલમાંથી મળેલા પૈસા ડી કંપની દ્વારા ટેરર ફંડિંગમાં લગાવવામાં આવ્યા હતા.
– કુર્લા પશ્ચિમમાં આવેલી કોમર્શિયલ જગ્યા પણ ઈડીએ જપ્ત કરી
– ઉસ્માનાબાદમાં મલિકની 148 એકર જમીન જપ્ત
– કુર્લા પશ્ચિમમાં 3 ફ્લેટ જપ્ત
– બાંદ્રા પશ્ચિમના બે મકાનો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં મલિકનો પરિવાર રહે છે.
ED તરફથી આ સત્તાવાર માહિતી મળી
EDએ IPCની કલમ 120B અને UAPAની કલમ 17, 18, 20, 21, 38 અને 40 હેઠળ NIA દ્વારા નોંધાયેલી FIRના આધારે દાઉદ ઈબ્રાહિમ અને અન્ય લોકો સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ શરૂ કરી હતી. દાખલ કરાયેલા કેસમાં દાઉદ ઈબ્રાહીમ કાસકર, દાઉદ ભાઈ, હાજી અનીસ, અનીસ ઈબ્રાહીમ શેખ, શકીલ શેખ, છોટા શકીલ, જાવેદ પટેલ, જાવેદ ચિકના, ઈબ્રાહીમ મુશ્તાક અબ્દુલ રઝાક મેમણ, ટાઈગર મેમણના નામ છે. નોંધાયેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે ભારત છોડ્યા બાદ દાઉદ ઈબ્રાહિમે તેની બહેન હસીના પારકર ઉર્ફે હસીના આપા અને અન્ય સહયોગીઓની મદદથી ભારતમાં ગુનાખોરીનો ધંધો શરૂ કર્યો હતો.
આવા એક કિસ્સામાં શ્રીમતી મુનીરા પ્લમ્બરની મિલકત નવાબ મલિક દ્વારા મેસર્સ સોલિડસ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી હડપ કરવામાં આવી હતી. આ કામમાં હસીના પારકર સાથે સંકળાયેલી ડી ગેંગની કંપની સહકાર આપી રહી હતી.એટલે કે નવાબ મલિક અને હસીના પારકરે મળીને આ જમીન હડપ કરી છે.